Book Title: Karmagrantha Part 2 Karmastav Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 4
________________ • જOU.........છા લેખકઃ ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા “કમ' વિષય ઉપર પૂર્વાચાર્યોએ સંસ્કૃતપ્રાકૃત ભાષામાં ગદ્ય અને પદ્ય રૂપે ઘણા ગ્રન્થોનું સર્જન કર્યું છે. શ્રી ગણધર ભગવંતોએ રચેલી દ્વાદશાંગીમાંના બારમા દૃષ્ટિવાદમાં આઠમા કર્મપ્રવાદ પૂર્વમાં સૂક્ષ્મતમ રીતે આ વિષય લખાયેલો હતો. તેનો જ આધાર લઈને ત્યાર પછીના મહાત્માઓએ અનેકવિધ ગ્રન્થરચના કરેલી છે. પ્રથમ કર્મગ્રન્થની પ્રસ્તાવનામાં કર્મ સંબંધી રચાયેલ સાહિત્યની કંઈક અંશે રૂપરેખા આપેલી છે ત્યાંથી જોઈ જવા વિનંતિ છે. “ગુણસ્થાનક” આત્મામાં સત્તાગત રૂપે રહેલા જ્ઞાનદર્શન-ચારિત્રાદિ ગુણોનાં આવરણો દૂર થવાથી તેની જે પ્રગટતા તે જ ગુણસ્થાનક કહેવાય છે. જીવ-જીવે પ્રગટ થયેલા ગુણો તરતમ ભાવે હીનાધિક હોય છે. સૂક્ષ્મ-નિગોદના જીવને અતિશય અલ્પ ગુણ પ્રાગટ્ય હોય છે. તેથી તેઓને પહેલું ગુણસ્થાનક કહેવાય છે તેનાથી ગુણ-પ્રાગટ્યની વૃદ્ધિ થતાં થતાં કેવલજ્ઞાની સર્વજ્ઞ ભગવંતોમાં સૌથી અધિક ગુણપ્રાગટ્ય છે. તેથી તેઓનું તેરમું ચૌદમું ગુણસ્થાનક છે. આ રીતે સમસ્ત સંસારી જીવોમાં વર્તતી ગુણપ્રાગટ્યની હીનાધિકતાનો સંક્ષેપમાં સમાવેશ કરાયેલો છે. આ બીજા “કર્મસ્તવ” નામના કર્મગ્રંથમાં ચૌદ ગુણસ્થાનકો પ્રથમ સમજાવ્યાં છે. મિથ્યા દષ્ટિ ગુણ સ્થાનકથી ઉત્તરોત્તર ગુણ વૃદ્ધિ થવા રૂપે ક્રમશઃ ચૌદ ગુણસ્થાનક કહ્યાં છે. જો કે તેમાંના કોઈ પણ એકેક ગુણસ્થાનકમાં તરતમભાવે અનેક ભેદો છે. દાખલા તરીકે મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકમાં તીવ્રતમમિથ્યાત્વ, તીવ્રતરમિથ્યાત્વ, તીવ્રમિથ્યાત્વ, મંદમિથ્યાત્વ, મંદતરમિથ્યાત્વ, અને મંદતમમિથ્યાત્વ, ઇત્યાદિ તથા દેશવિરતિ ગુણસ્થાનકમાં એકવ્રતધારી, બે વ્રતધારી, . ત્રણવ્રતધારી યાવત્ બારવ્રતધારી, ઇત્યાદિ પરંતુ આવા પ્રતિભેદોની અવિવક્ષા કરી ને જ, એટલે કે પ્રતિભેદોને મૂલભેદમાં સમાવીને આ ચૌદ ગુણસ્થાનકોનું પ્રતિપાદન છે. પંચસંગ્રહના પહેલા ભાગના પ્રથમ દ્વારમાં પૂ. શ્રી મલયગિરિજી મ. કૃત ટીકામાં સવિશેષ આ ગુણસ્થાનકોનું વર્ણન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 180