Book Title: Karmagrantha Part 2 Karmastav Tika Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 7
________________ છે. આ ક્ષયોપશમસમ્યક્ત્વવાળો જીવ ૪ થી ૭ ગુણસ્થાનકોમાં હોય છે. ઉપશમ સમ્યત્વવાળો જીવ ૪ થી ૧૧માં હોય છે અને ક્ષાયિક સમ્યત્વવાળો જીવ ૬ થી ૧૪માં વર્તે છે. સમ્યત્વની પ્રાપ્તિમાં જીવોના જન્મમરણના ભવો પાકી જવા રૂપ તથા-ભવ્યતા જ મુખ્ય કારણ છે. તે તથાભવ્યતા અભ્યતર કારણ છે અને વીતરાગ પરમાત્માનો સમાગમ, તેમની વાણીનું શ્રવણ, આદિ બાહ્ય નિમિત્તકારણ છે. બાહા કારણ અને કાન્તિક છે અને અત્યંત૨કારણ એકાન્તિકકારણ છે. છતાં તથા-ભવ્યતા પકવવામાં બાહ્યકારણ વ્યવહાર નથી નિમિત્તરૂપ છે. જેમ બીજમાં અંકુરાના ઉત્પાદનની શક્તિ છે, છતાં તેને પકવવામાં (પ્રગટ કરવામાં) ઇલા-અનિલ અને જલને સંયોગ નિમિત્ત કારણ - છે. તેમ અહીં સમજવું. ( શ્રેણીના ગુણસ્થાનકો અંતર્મુહૂર્ત જ આવે છે. અંતર્મુહૂર્તમાં જ ૮ થી ૧૧ અને ૮ થી (૧૧ વિના) ૧૨ ગુણસ્થાનકોમાં આ જીવ આરોહણ કરે છે. ઉપશમશ્રેણી એક ભવમાં વધુમાં વધુ બે વાર અને સંસારચક્રમાં કુલ ૪ વાર આવે છે. જ્યારે ક્ષપકશ્રેણી ફક્ત એક જ વાર આવે છે. * બંધની બાબતમાં નરકત્રિકાદિ, ૧૬ પ્રકૃતિઓ મિથ્યાત્વ પ્રત્યયિક છે. અનંતાનુબંધી આદિ ૨૫ અનંતાનુબંધી પ્રત્યયિક છે. તીર્થંકર નામકર્મ પરના ઉપકાર કરવા રૂપ ભાવ કરૂણાથી) બંધાય છે. આ ભાવકરૂણાએ પ્રશસ્તરાગપ્રશસ્ત કપાય છે. આવો શુભરાગ સમ્યક્ત્વ હોય ત્યારે જ સંભવે છે માટે તેને બંધ સમ્યકત્વ નિમિત્તક કહ્યો છે. વાસ્તવિકપણે સમ્યકત્વ એ આત્માનો ગુણ છે. ગુણો એ કર્મબંધનું કારણ નથી પરંતુ કર્મક્ષયનું કારણ છે. દીપો જ કર્મબંધનું કારણ છે. કોઈ કોઈ લોકો વીશસ્થાનકની આરાધનાથી તીર્થકર નામકર્મ બંધાય છે એમ કહે છે. પરંતુ આરાધના એ બંધનું કારણ નથી કર્મના ક્ષયનું કારણ છે. માટે વીશસ્થાનકની આરાધનાથી તીર્થકર ના મુકર્મ બંધાતું નથી. ભાવકરૂણાથી બંધાય છે. પરંતુ આવી ભાવકરૂણા આ જીવને વીશ સ્થાનકોની આસપાનાના કાળે થવી સંભવિત છે કારણ કે તેમાં આવતાં અરિહંતાદિ પદોએ જેમ જગતના જીવોનું કલ્યાણ કર્યું તેમ હું પણ મારામાં શક્તિ આવે તો જગતના જીવન કલ્યાણના મા લાવું. આવી શુભભાવના આરાધના કાળે સંભવિત છે. તેથી વીશ સ્થાનકની આરાધનાથી તીર્થકરના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 180