________________
જ.- સાત સ્વર.
સ.- અલંકાર એટલે શું? * જ.- સ્વરોને જુદી જુદી રીતે ગોઠવીને તેનાં જુદાં જુદાં રૂપ કરવાં, તેને સ્વરઅંલકાર કહેવામાં આવે છે.
સ.- તાન, પલટા અને આલાપ કોને કહે છે?
જ:- અંલકારોનું કમપૂર્વક આરોહ કરવું તેને તાન કહે છે. અને અવરોહ કરવું તેને પલટા કહે છે. ઉપર જણાવેલા તાન, પલટાને વિલંબિત લયમાં ગાવું તેને આલાપ કહેછે.
રાગ-પ્રકાર. સ.- રાગ એટલે શું?
જ.- સાત સ્વરમાંથી આપણા કાનને મધુર લાગે એવા સ્વરોની પદ્ધતિસરની ગોઠવણને રાગ કહે છે.
સ.- મુખ્ય રાગ કેટલા છે?
જ.- સંગીતશાસ્ત્ર પ્રમાણે મુખ્ય રાગ ૬ છે- ભૈરવ, માલકોષ, હીંડોળ, શ્રી, મેધ અને દીપક (૩૬ રાગિણી,૧૦૮ રાગ પુત્રો અને તેનું બહોળું કુટુંબ)
સ.-વાદી સ્વર કોને કહે છે?
જ.- દરેક રાગમાં એક સ્વર મુખ્ય હોય છે. અને તે સ્વરનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે, તે સ્વરને વાદીસ્વર કહેવાય છે. વાદી સ્વર પરથી કોઇપણ રાગ પારખવામાં આવે છે.
સ.- સંવાદી સ્વર કોને કહે છે ?
જ.- જે સ્વર, રાગમાં આવતા વાદી સ્વરથી થોડો મહત્વનો પણ રાગમાં વપરાયેલા બીજા સ્વરો કરતાં વધુ ઉપયોગનો હોય છે તેને સંવાદી સ્વર કહેવાય છે. રાગમાં જે સ્વર વાદી હોય તેનો ચોથો અગર પાંચમો સ્વર સંવાદી ગણાય. દા.ત. સા વાદી સ્વર હોયતો મ અગર ૫ સ્વર સંવાદી ગણાય.
સ.- અનુવાદી સ્વર એટલે શું? ’
જ.- અમુક રાગમાં વાદી અને સંવાદી સિવાય બીજા જે સ્વરો આવતા હોય તેને અનુવાદી સ્વરો કહે છે.
સ.- વિવાદી સ્વર એટલે શું?
જ.- કોઇપણ રાગમાં જે સ્વરો રાગને હાનિકર્તા હોઇ વર્ષ થયા હોય તે સ્વરોને વિવાદી સ્વરો કહે છે.
કનકકૃપા સંગ્રહ
૨૭૧