Book Title: Kanak Jain Vividh Sangraha
Author(s): Hariprabhvijay
Publisher: Kanakkirti Harigranth Mala

View full book text
Previous | Next

Page 637
________________ હતો તેમાં જોનારને તે પ્રાણી દેખાતું હતું. કરોડો-અસંખ્ય જીવોની હત્યા માણસ કરી શકે છે. તે સૌથી ભયંકર પ્રાણી જ કહેવાયને!! પ્રમાદ ભયંકર છે.-પુત્રવધુ મોજથી રહેતી ખાતી પીતી કાંઈ જ કામ નહિ. તદ્દન નવરી ખરાબ વિચારો આવતા દાસીને કોઈ પુરુષ બોલાવવા કહ્યું. સસરા શેઠને ખબર પડતાં ચમકયા ને પત્ની સાથે ખોટી તકરાર કરી પીયર મોકલી, પુત્રવધુને માનપૂર્વક ઘરનો ભાર સોંપ્યો. એ કારભારની પ્રવૃત્તિમાં મન રોકાયું ને ખરાબ વિચારો બંધ થયા. તેનો પતિ પરદેશથી આવ્યો ને બધુ સારૂ થયું. પુન્ય, પાપોદય-સુખી શેઠે ભીખારી જેવો રાજાને બે લાખની મદદ નિસ્વાર્થે કરી. રાજાએ અહેસાન માન્યો ને જરૂર પડે મળવા કહ્યું. રાજાએ વિશાળ રાજ્યનો માલિક થયો. શેઠને પાપોદય જાગ્યો. પાયમાલ થયા. નિર્વાહ માટે રાજા પાસે ગયા. રાજાએ એક પુષ્ટ બકરી આપી. દુધ વેચી નિર્વાહ કરવા કહ્યું. રહેવા મકાન આપ્યું. બે મહિને બકરી મરી ગઈ. રાજાએ ગાય આપી તે ચાર માસે મરી ગઈ. રાજાએ ભેંસ આપી. વર્ષ સુધી રાજાએ શેઠ ન આવતા બોલાવી પુછયું, તો કહે ભેંસ ખૂબ જ દુધ આપે છે. પાડી પણ થઇ, જે હવે દુધ આપશે. જેથી નિર્વાહ ચાલે છે. હવે રાજા સમજ્યો, કે શેઠનો પાપોદય મટયો છે. માટે આપેલું ટકશે. રાજાએ ખૂબ પ્રેમથી પરાણે દસ લાખ શેઠને આખા ને સુખી થયો. કોલને લ લો કાણા-ખેડુત બિચારો રાત દિ બે જોડી બળદે કોશ ચલાવે પણ ખેતરમાં પુરૂ પાણી ન પહોંચે. ભજનીક આવ્યો તેને કહેતાં તપાસ કરી કહ્યું. કોસને તો સો કાણાં છે. કુવામાંથી બહાર આવતાં જ ઘણું પાણી નીકળી જાય છે! કોશ દુરસ્ત કરાવ્યો ત્યારે ઠીક થયું. તેમ આશંસા આદિ છીદ્રોથી રહિત ધર્મ આરાધન જોઈએ. કોધ-ઘર માલીકણે ભાડુત સ્ત્રી સાથે પાણી ભરવા બાબત ખૂબ ઝઘડો કર્યો. પેલી કોધે ભરાઈ ઘાંસલેટ છાંટી સળગી અને માલિકણને બાઝી પડી બન્ને રીબાઈને મર્યા. આવી જ વાત બોડાદમાં ઉઘરાણી બાબત શેઠ ને ઘરાકને ઝઘડો થયો. ઘરાકે ઘાસલેટથી સળગી શેઠને બાઝતા બંને બળી મર્યા.!! બોધ-રાત્રે દોઢ વાગે મંદિરનો મુનિમ એકનાથી ખૂશ થઈ નાચવા માંડયો. સામી બારીમાં જાગેલા મહંતે પુછતાં કહે, ત્રણ રાતથી મથું છું. હવે, એક પાઈનો હિસાબ મળી ગયો. તે ખુશીથી નાચું છું. મંહત કહે, અનાદિકાળથી બગડેલ જીવાત્માનો હિસાબ મળી જાય તો તો તને કેવોય આનંદ થાય? આ સાંભળી ચોટ કનકકૃપા સંગ્રહ ૫૮૭

Loading...

Page Navigation
1 ... 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676