Book Title: Kanak Jain Vividh Sangraha
Author(s): Hariprabhvijay
Publisher: Kanakkirti Harigranth Mala

View full book text
Previous | Next

Page 660
________________ તપાસ કરો. કંસારો થાળી કુટીને રણકો વાગી રહ્યો ને મારનાર કયારનો ય ભાગી ગયો કેમ પકડાશે. કુંભાર-ચાક ઉપર પિંડો શું ખબર ગોળો ઉતરશે કે ગાગર, માટે જલ્દી તજવીજ કરો તો પકડાય-કઠિયારો કુહાડીમાં હતો ભળે નહિ ત્યાં સુધી શું થાય તેમ આમાંથી કોઈ ફુટે તો પકડાય સુથાર-આડે લાકડે આડો વેર, દરબારે ખબર આપો. લુહાર-લોઢુને લુહાર ભેગા થશે એન્મેલે ગળાશે. રાજા જ ગોતશે. વાદિ-સર્પ બધે વાંકો ચાલે પણ દરમાં સિધો રાજા પાસે પાધરો થશે. રાંડરાંડનાતરે જાવું પછી દિ શા માટે ગોળવા, રાજને કહેવું છે તો ઢીલ શાને વેશ્યા વેશ્યાને પુત્ર કોને બાપ કહેશે, આ ભેંસ કોને મારી કહેવા કોણ જાય તમે જ જાવને. ધોબીધોબીનો કૂતરો નહિ ઘરનો નહિ ઘાટન, ભેંસ મરી ગઈ પછી ફરિયાદથી શું માટે જલ્દી જાવ. ખલાસી-મધ દરિયામાં વહાણ છે એકે ય વાત સુઝતી નથી, દવા કરો કાં ફરિયાદ કરો. વહોરો-નમાજ પઢતા મસ્જિદ કોટે વળગી, તેમ પહેલા આપણા બધાની જુબાની લેશે ભાંડ-ચોરની માં ને પરણે ભાંડ, તમારા સગાની તો ભેંસ નથી નકામાં પારકી ચેહમાં શું કામ બળો છો સુયાણી-ઝાઝી સૂયાણીએ વેતર વંઠે, ની જેમ એક હા, એક ના, કોઈને દયા જ નથી. ભરવાડ ગાયો વાળે તે ગોવાળ, માટે હું જ ફરિયાદ કરવા જાઉં. જમાદાર આ વાંકો ઘા છે, રાપીનો ઘા લાગે છે. તે વખતે પેલો મોચી પણ ત્યાં હતો તેના પાપે તુરંત બોલાવ્યો કે કોણ કહે છે રાંપીનો ઘા ? તેની આકૃતિથી પકડાયો, કબુલ્યું. પોલ ખુલે જ-એકે પોતાની પુત્રી રૂા.૫% લઈ સગાઈ કરી. લગ્નવિધિ શરૂ. કન્યાના માબાપને કન્યાદાન માટે ગોરે બોલાવ્યા. બાપને હાથમાં પાણી આપીને કહે બોલો ..મયા દત્તા” માતા કહે “મયાપિ દત્તા”.. પછી જમાઈના હાથમાં પાણી આપીને કહે બોલો .."પ્રતિગૃણામિ'. . ત્યારે જમાઈ કહે “બંદા ખરીદ કરકે લાતા”.. દાન નથી કર્યું પણ રૂપિયા આપીને મેં ખરીદી છે સગાની વચ્ચે નાક કપાયું, પોલ ખુલે જ. મૂર્ધ-એક મોચી પૈસો ભેગો કરતાં કરતાં ૯૯૯ રૂા. ભેગા કરી ઢોરના ખીલે નીચે દાટયાને બોલે ગર્વથી-ખાબકે ખીલા હેઠ કે નવસે નવાણું રોકડા. ચોરે સાંભળ્યું ને ખોદી ને લઇ ગયો. ભેંસ જીરવે ખાણું ને વાણિયો જીરવે નાણું મોચી રોયો. મૂર્ખ શિષ્ય-રાવલે સ્વમૂર્ખ શિષ્યને પત્ની તેડવા સાસરે મોકલ્યો ને કહ્યું કે ઉચા, ટેડા (વક) ને ઉડા વાકયો બોલવા જેથી તું પંડિત છે તમે જણાશે. ગયો સસરો કહે ૬૧૦ કનકકૃપા સંગ્રહ

Loading...

Page Navigation
1 ... 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676