Book Title: Kanak Jain Vividh Sangraha
Author(s): Hariprabhvijay
Publisher: Kanakkirti Harigranth Mala

View full book text
Previous | Next

Page 666
________________ જિનેશ્વરના વિવિધ નામો રામ છે. જિનેશ્વરી ચતુર્મુખે દેશના દે છે માટે બ્રહ્મા છે. રજો તમો ને સત્વ ગુણની પેલે પાર ગયા હોવાથી દેવ દેવેન્દ્રોને પણ આરાધાય હોવાથી મહાદેવ છે. જિનેશ્વરી સુખના કર્તા હોવાથી શંકર છે. સદા શિવમય એટલે સદા કલ્યાણમય હોવાથી સદાશિવ છે. કેવલજ્ઞાનથી સર્વવ્યાપક હોવાથી વિષગુ છે. સર્વજીવોનો પાપોને હરતાં હોવાથી હરિ છે. પૃથ્વીના તે દેવ હોવાથી વાસુદેવ છે. જિનેશ્વરે શિવ અને કલ્યાણ કરનાર હોવાથી શિવ છે. આઠ કર્મોના હર્તા હોવાથી હર છે. ભકતોના હૃદયમાં ધ્યાન વડે રમી રહ્યા હોવાથી જિવોને ધર્મમાં ખેચે છે તેથી કૃષગ છે. વિશ્વનાં સર્વોચ્ચ ઐશ્વર્યવાન હોવાથી ઈશ્વર છે. ત્રણે ભુવનમાં મહા ઐશ્વર્યવાન હોવાથી મહેશ્વર છે. જિનેશ્વરને ભજવાથી શું એટલે સુખસંભવે છે માટે શંભુ છે. જિનેશ્વરો સ્વંય બોધપામે છે સ્વંયદીક્ષા લે છે, સ્વંયસર્વજ્ઞ થાય છે. સ્વયં ધર્મશાસન સ્થાપે છે, આમ બધી બાબતમાં તેઓશ્રીને બીજાની મદદ સ્વયં સંભવે માટે સ્વયંભુ છે. જગતને આત્મધર્મને પયગામ દેતા હોવાથી પયગંબર છે. સર્વ સુખનું મૂળ જિનેશ્વર ખુદ હોવાથી અને વર્નજીવોના પાપો ને ખોદી નાખનાર હોવાથી ખુદા છે. આવા જિનેશ્વરોનો માને પૂજે તે અને સ્વિકારે તે જૈન છે. ૬૧૬ કનકકૃપા સંગ્રહ

Loading...

Page Navigation
1 ... 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676