Book Title: Kanak Jain Vividh Sangraha
Author(s): Hariprabhvijay
Publisher: Kanakkirti Harigranth Mala

View full book text
Previous | Next

Page 657
________________ આત્મા ઇંદ્રિયોને આજ્ઞા નથી આપી શકતો. ઇંદ્રિયોની આજ્ઞાનુસાર આપણે વર્તીએ છીએ. તીર્થકંર પ્રભુની વાણીનો અતિશય-અર્ધ માગધી ભાષામાં દેશના આપે અને દેવો, મનુષ્યો અને તીર્થંચો દરેક પોત પોતાની ભાષામાં સમજી જાય આવો અતિશય. એક આહિરને દસ સ્ત્રીઓ હતી. દરેકે જુદુ જુદુ પુછ્યું ને આહિરે જવાબ એકજ વાક્યથી દીધો-‘પાલિનસ્થિ’ પ્રશ્ન ખીચડી કેમ વધી ગઇ ? પાલી-માપનું સાધન નથી તેથી. પ્ર. છાસ કેમ ખાટી છે ?. પાલી-આજે વારો નથી, કાલની છે. પ્ર. આ બકરી દુબળી કેમ છે ? પાલી-ઘાસ ચારો નથી. પ્ર. શાક કે સુધાર્યા વિનાનું છે ? પાલીછરી નથી તેથી. પ્ર. આ કુતરી ભસે છે કેમ ? પાલી-પાળેલી નથી તેથી. પ્ર. તળાવનું પાણી કેમ ચાલ્યું ગયું? પાલી-પાળ નથી તેથી પ્ર. આ ફળો ઘરે લઇ જાવ પાલી ખોળો નથી. પ્ર. આજે તાવ કેમ નથી ? પાલી-વારો નથી (એકાંતરીયો હતો) તેથી. પ્ર. આ જંગલમાં ભય કેમ નથી ? પાલી-ઝુપડા (ચોરના) નથી તેથી. સદાવ્રતમાં આજે ભોજન કેમ નથી દેવાતું ? પાલી-વારો નથી (એકાંતરે આપાય છે) ઉપ. પ્રા. વ્યા.૨૦૨ દરેકને સંતોષ થયો, તો પછી પ્રભુની વાણી દરેકને સમજાય એજ અતિશય. મૂર્ખની સભામાં પંડિતે મૌન રહેવું-કોઇ ગામમાં પટેલ, પટલાણી, પુત્ર ને પુત્રવધુ ચારેય બહેરા. બાપ ધાન્યનુ રક્ષણ કરે, મા સુતર કાંતે ને રસોઇનું, વહુ ભાત દેવા જવાનું અને છોકરો ખેતીનું કામ કરે. એક દિ કોઇ મુસાફરે .આ રસ્તો કયાં જયે છે પૂછ્યું. બહેરો હોવાથી કહે તારા બાપના બળદીયા છે તે લેવા આવ્યો છે ? મુસાફર ચાલ્યો ગયો. ભાત લેઇને વહુ આવી તો પોતાની વહુને કહે આજે કોઇક બળદો લેવા આવેલ કાઢી મુકયો તેને, વહુ બહેરી, તે કહે-ભાત ગરમ કે ઠંડો, ખારો કે કે મોળો જે હોય તે તમારી માએ કર્યો છે મને શું કહો છો ? ઘરે આવી વહુએ, સાસુને ભાત અંગેની ફરિયાદ કરી, સાસુ કહે સુતર જાડુ કંતાય કે ઝીણઉ તેની તારે શી ચિંતા ? સાસુ (પટલાણીએ) પટેલને કહ્યું કે વહુ આમ બોલે છે ત્યારે સસરો કહે હું ધાન્યનું રક્ષણ કરૂં છું ત્યાંસુધી એક કણનો નાશ નહિ થાય સમજી. ઉપયનઆ રીતે ધર્મમાર્ગ સાંભળવામાં બહેરાને ક્રિયામાં અનાદરવાળા સાથે વાદવિવાદ ન કરવો તે પંડિતોનું ભૂષણ છે. ભુંડીથી ભુત ભાગે-કેતનપુરમાં બ્રાહ્મણ દરીદ્રિ હતો. તેને કુરૂપા, કુટીલા,કૃપણ, કોધી કાણી, કલમકિત આચારવાળી સ્ત્રી હતી. પાસે વૃક્ષ ઉપર ભૂત રહે. તે વિપ્ર પત્નિના ભુંડા સ્વભાવથી દેશાંતરે ચાલ્યો ગયો. એકદા બ્રાહ્મણ પણ ચાલ્યો ગયો. કનકકૃપા સંગ્રહ ૬૦૭

Loading...

Page Navigation
1 ... 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676