________________
મળ્યો હતો તે મરી ગયો. ઓલો મરી ગયો. તો વાર પછી વારો આવશે માટે સાવધાન થઇ જાવ!!! બહુમતી-ત્રણ બ્રાહ્મણોએ અતિતૃષા લાગતા જંગલના કુવામાં ખાસડામાં ભરી પાણી ખેંચી પીધું ચોથે ધર્મભ્રષ્ટ કહી ન પીધું ને માંડમાંડ સામે ગામ પહોંચ્યો.પણ આગળ ગયેલ ત્રણે પંડિતોએ પેલાએ ખાસડામાં પાણી પીધું કહી ફજેત કર્યો તે મોટો આવતાં એની વાત કોઈએ ન માની કે શું પેલા ત્રણ કહે તે ખોટું ને તું એકલો સાચો? એને નાત બહાર કર્યો ૭૪ા-એ પ્રમાણે ચોપડામાં શા માટે લખાય? સત્ય, દયા, ધર્મ, શિયળ, સંતોષ, પરમાર્થ અને ક્ષમા એ સાત મિત્રોને ચારગણી લક્ષ્મી મળે તો પણ છોડશો નહિ, એ ૭ ને બતાવે છે.? એક મિત્રને છોડતાં બાકીના મિત્રો પણ જતાં રહે છે. તે બે ઉભી રેખા સુખ દુઃખની નિશાની બતાવી છે કે સંસારમાં ભાગ્યનુસાર સુખદુ:ખ ચાલ્યા કરે છે. એક-આડી લીટી કર્મ સત્તાનું ચિન્હ છે. સપ્ત મિત્ર નવિ છોડીએ, લચ્છી ચોગુણી હોય; સુખદુ:ખરેખા કર્મની, ટાળી ન ટળે કોય. માછલાના ટોપલા ઉપાડી જતી માછણો ધોધમાર વરસાદથી હેરાન થતી જોઈ માળીએ આશરો આપીબાજુનો ઓરડો સુવા માટે આપ્યો. મધરાત્રે બધી બહાર નીકળી ગઈ. જાગીને માળીએ પૂછયું કે કેમ ઉંઘ ન આવી? તો ગઈ. જાગીને માળીએ પૂછયું કે કેમ ઉંઘ ન આવી? તો કહે ભાઈ ક્યાંથી આવે ? તમારો ઓરડો ખૂબ ગંધાય છે, માળી સમજી ગયો કે સદા માછલાની દુર્ગધમાં રહેતી માછણોને બગીચાના ફુલોની સુંગધ અસહ્ય થઈ પડી હતી. અતિલોભના પ્રસાદથી સુશ્મચક્રવર્તી નરકે ગયો. અતિલોભી ન કર્તવ્યો, લોભો નૈવ ચ નૈવ ચ; અટકાવી ગળે ફાંસો તેની રીત બતાવતા ઢોલ ખસતા તે મર્યો. યુધિષ્ઠિર અને પક્ષના પ્રશ્નોત્તર-દ્વૈતવનમાં થાકેલ તૃષાતુર પાંડવો ઝાડ નીચે બેઠા છે. સહદેવ પાણી શોધવા ગયા. દૂર સરોવર જોયું પણ અધિકારી યક્ષ પ્રશ્નોના જવાબ આપી પાણી પીવા કહ્યું, તે ન માન્યું પાણી પીને આવતાં બેભાન. કમે ચારે ભાઈ બેભાન થતાં યુધિષ્ઠિર આવ્યા યક્ષ પ્રશ્ન પૂછતાં જવાબ આપવાની હા પાડી. પ્રશ્ન-પૃથ્વીથી મોટું કોણ? જવાબ-માતા.પ્ર. સ્વર્ગથી ઉચું કોણ? જ. પિતા. પ્ર. વાયુ થી વધુ ગતિ કોની? જ. મન. પ્ર. પરદેશીના મિત્ર કોણ? જ.
કનકકૃપા સંગ્રહ
8
જ
- ૫૪