________________
પડયો.
જે રાજા પ્રજાનું પાલન નથી કરતો તે દુર્ગતિમાં જાય છે-કાંરૂ નામનો બાદશાહ, પાસે ૪૦ મોટા ખજાના, દરેક ખજાનામાં ૪૦ ઓરજા, તેની ચાવીઓ ઉપાડવા માટે ઉંટ રાખેલ હતો. દુષ્કાળ પડયો, પ્રજા ભૂખે મરવા લાગી, પ્રજાએ આજીજી ઘણી કરી પણ હૈયું ન પીગળ્યું. એકવાર નદીમાં પુર ઘણું આવ્યું, ખજાના સહિત કાંરૂ બાદશાહને ઉપાડી ગયું. પૈસો તેને ન બચાવી શકયો, પૈસાનું તે રક્ષણ ન કરી શક્યો. રામચરિતમાં કહ્યું છે કે .જાસુરાય પ્રિય પ્રજા દુ:ખારી સો નૃપ અવિસ નરક અધિકારી.
→ કાગડો અને કુતરો-કાગડો સ્વભાવથી ચાલાક પણ હૃદયથી શુદ્ધ. જે મલે તે વંહેચીને ખાય. જ્યારે કુતરો કૃપણ સ્વભાવનો છે. હાથીનું શરીર ખાવા મળે તો પણ જાતભાઇ ઓને નથી બોલાવતો, તોઇ આવી જાય તો લડે છે મરવા ને મારવા તૈયાર થાય છે.
← હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ-ન્યાયી રાજના હાથમાં વૈરાગ્યસભર ગ્રંથ આવ્યો. વાંચી રાજ્ય છોડી જંગલમાં ગયો. વિચાર્યું કે આગ્રંથના કર્તા કેવા વૈરાગી હશે ? લેખકના ઘરે ૪-૫ છોકરા રમતા જોયા. નૃપે વાત કરી તમે આવા વૈરાગ્ય પોષક ગ્રંથો રચો ને તમે આવા કેમ ? લેખક નૃપને લુહાર ને ત્યાં લઇ ગયો. તે તલવારો બનાવતો હતો. લેખકે કહ્યું તું તલવારો લઇ લડાઇમાં કે નથી કહે એ તો ક્ષત્રિયોનું કામ, હું તો ઘડી જાણું. લેખકે રૃપને કહ્યું હું ગ્રંથ લખી જાણું આચરવારા તો તમારા જેવા શૂરવીર જ.
અમે દેવ અને તમે મ્લેચ્છ-બાદશાહે ચોબાને કહ્યું કે તમે દેવ અને અમને મ્લેચ્છ કેમ કહો છો ? ચોબા-તમે ગોસ્ત-માંસ ખાવ છો ? બાદ.-તમે પણ ખાવ છો..શાકભાજીમાં જીવ તો માનો છો. ચોબા-અમે અન્નાદિ જે શુદ્ધ જળથી ઉપજે છે તે ખાઇએ છીએ તમે માંસ ખાવ છો તે મૂત્રથી પેદા થાય છે. જેટલો મૂત્ર અને પાણીમાં ફેર તેટલો તમારા અને અમારામાં ફેર માટે અમે દેવ ને તમે મ્લેચ્છ.
હું જેવા સાથે તેવા-ધૂર્તના ગામે કાશીનો પંડિત ગયો. વાદમાં .તુબં તુંબા. કહીને હરાવ્યો. બધું ગયું. ઘરે ગયો તેના મૂર્ખ ભાઇએ આને .બીય બીયા, ખેડ ખેડા, વાંવ વાવા. ઉગં ઉગા, વણં લણઆ પછી તુંબ તુબા. કહીને જીત્યો બધુ પાછુ મેળવ્યું અને લોકોને કહ્યું કે આજના શુભ દિવસે હારેલા પંડિતની મૂછનો એક વાળ ઘરે લઈ જાય તો ૧૨ વરસનો રોગ જાય. મુછોના વાળ ઉખેડાવ્યા. એક ગમાર કહે
કનકકૃપા સંગ્રહ
૬૦૧