Book Title: Kanak Jain Vividh Sangraha
Author(s): Hariprabhvijay
Publisher: Kanakkirti Harigranth Mala

View full book text
Previous | Next

Page 647
________________ ભૂલથી આને મોકલ્યો છે. ડો. ખુલાસો કર્યો ને કહ્યું કે તમને તો ડુંગરાની હવા ખાવા જ લખ્યું હતું. દરદીને ખૂબ શાંતિ થઈ કે મારું ફેફસું નષ્ટ નથી થયું ને તે પથારીમાંથી કુદી બેઠો થઈ ગયો. રાજી થઈ ગયો. -> એક ખુનીને ફાંસીની સજા થઈ. અપીલોમાં હારી ગયો. દયાની અરજી નામંજુર થઈ. ફાંસીના સમયે ડોકટર, જજ, જેલર, કર્મચારી હાજર થયા. છેલ્લી ઈચ્છા પૂરી કરી. જજ મિત્રની રજા લઈ ડોકટરે પ્રયોગ કર્યો, અને કેદીને કહ્યું-ઈલેકટીક શોક, ગેસ, ગુંગળામણ, ગળેફાંસો આ ત્રણ રીતે મરાશે. અને તારી ઇચ્છા હોય તો આ બે શીશીમાં ઝેર છે. સફેદ છે તે પીવાથી કલાક દુ:ખી થઈને મરીશ સ્વાદમાં કડવું છે. બીજીમાં રંગને સ્વાદ વગરનું કાતીલ ઝેર છે, જે થોડું પીતાંજ મરીશ પીડા નહિ થાય. કેદીએ બીજુ પંસદ કર્યું. થોડી જ માત્રામાં પીતા તુરત જ મરી ગયો. પછી બાટલીનું બધું જ પ્રવાહી ડો. પી ગયા. જજ વિગેરે ગભરાયા પણ ડો. ને કાંઈ જ ન થયું !! ડો. કહે આ ફકત પાણી જ છે. કેદી માનસિક અસરથી જમર્યો છે!! બીજે દિવસે માનસિક અસર પર આ બાબત ડો. નો લેખ છપાયો. તો દિવસે જે કોલેજમાં તે ડો. ભણાવતાં વિદ્યાર્થીઓને ગ્લાસના પ્રવાહીમાં ઉછેરેલ કોલેરાના જંતુઓ સૂક્ષ્મ યંત્રથી બતાવી કહ્યું કે આ પ્રવાહી પાણીના ડેમમાં વાખે તો ૫ થી૧૦ લાખ માણસોને કોલેરા થાય ને પછી મરી જાય. છાપું વાંચેલ એક વિદ્યાર્થી એ ટોણો માર્યો કે- સર ! મનને અસર ન થાય તો કશું ન થાય એમ તમારો જ લેખ છે તો આપ પી જુવો !! ક્ષણ સ્તબ્ધ થઈ, મન મક્કમ કરી, ડો. પી ગયા ! કાંઈજ ન થયું !! પછી હાલમાં ચોટેલ કલ્ચરમાં પાણી નાખી સસલાને પાતા થોડી વાર પછી તે મરી ગયું. એક ને ફાંસી પ્રસંગે કાળો નાગ બતાવી મજબુત ઘોડાને કરડાવતા તે તુરત જ મરી ગયો, કેદીએ હા પાડતા તેની આંખે પાટા બાંધી ડોક્ટરી ઉંદર કરડાવ્યો. મનની અસર સાપની હતી તેથી તુરત જ ઝેર ચઢયું ને મરી ગયો ! ઘોડાના અને તેના લોહીના ટેસ્ટમાં નાગના ઝેરના સરખાજ પરમાણું આવ્યા!! ટી.બી. ન હોવા છતાં પાકા વહેમથી ડો. પાસે જઈ કહે હું બચીશ નહિ માટે મારા શરીરનો પ્રયોગ માટે ઉપયોગ કરો. ડો. તપાસતા ટી.બી. જ ન્હોતો. તેમણે ચાર ચાર દિવસે બીજા આઠ ડોકટર પાસે મોકલ્યો. પૂર્વયોજના મુજબ બધાએ ટી.બી. કહ્યો. પછી એક્ષ-રે વિગેરે લેતાં ખરેખર ટી.બી. થઈ ગયો હતો. પહેલા ડો. આઠ દિવસ દવા આપી કહ્યું કે ટી.બી. કાબુમાં આવ્યો છે ને જરૂર મટશે. પછી આઠે ડોકટરો પાસે પહેલેથી તમને સૂચના આપી મોકલ્યો. તે બધાએ કમતી સારો કનકકૃપા સંગ્રહ પ૯૭

Loading...

Page Navigation
1 ... 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676