________________
નગરીમાં મૃત્યુભય રહે. - કૂતરો દાંત બહાર કાઢી હોઠના છેડા ચાટતો હોય તો મિષ્ટાન્નનો લાભ જાણવો. - કૂતરો મોં જોડે હોઠ ચાટતો હોય તો કોઈના તૈયાર ભોજનમાં વિન બતાવે. - ગામ અથવા નગરીની વચ્ચે ભેગા થઈ બધા કૂતરા અવાજ કરે તો ગામના માલીકને
કલેશનું સુચન. - કૂતરો વૃક્ષ પાસે અવાજ કરે તો વરસાદ પડે. - કૂતરો ઘરના મધ્યમાં અથવા વાયવ્ય ખૂણામાં રહી અવાજ કરે તો ધાન્ય ભય રહે. - કૂતરો નગરના દરવાજે અવાજ કરે તો નગરને પીડા એમ સમજવું. - કૂતરો પથારીમાં બેસીને અવાજ કરે તો પથારીમાં સુનારને ભય રહે. - યાત્રામાં મુસાફરી કરનારની પાછળ કૂતરો રડે તો યાત્રા કરનારને ભય રહે.
:કાટાનું શુભાશુભ ફળ : - વૈશાખ માસમાં કાગડો સુકા ઝાડ ઉપર માળો બનાવે તો સુકાળ પડે. તથા મંગળકારક
ગણાય. - કાગડો કાંટાવાળા વૃક્ષ ઉપર માળો બાંધે તો દુકાળ ભય થાય. - શરદ ઋતુમાં કાગડાનો માળો પૂર્વ દિશા તરફની ડાળી ઉપર હોય તો પશ્ચિમ દિશા
તરફનો વરસાદ વરસે. - દક્ષિણ કે ઉત્તર દિશામાં માળો હોય તો મધ્યમ વરસાદ પડે છે. - કાગડાને માળો ઝાડની ટોચ ઉપર હોય તો પુષ્કળ વરસાદ પડે છે. - કાગડો વગર ભયે કોઈ પણ માણસની સામે લડે તો તે માણસનો શત્રુ પેદા થાય. - કાગડો ઉપર તરફ મોં કરી અન્નની ચોરી કરે તો માર્ગમાં રહેલા માણસને ખોરાકનો
ભય રહે. - કાગડો કોયલના જેવી આંખોવાળો હોય તો તે કાગડો ચોરીનો ભય દર્શાવે. • કાગડો પથારી ઉપર હાડકાં, વાળ, ભસ્મ અથવા પાંદડા નાખે તો પતિનો વધ થાય. - કાગડો પથારીમાં રત્નો, ફળ, ફુલ વિગેરે નાખે તો પુત્ર પુત્રીના જન્મનું સુચન કરે. • કાગડો મુખમાં અનાજ, રેતી, ભીની માટી, કુલ, ફળ વગેરે લાવે તો ધન પ્રાપ્તિ થાય. • કાગડો મનુષ્યના નિવાસમાંથી વાસણ ઉપાડી લાવે તો ભયકારક કહેવાય. • કાગડો વાહન, પથારી, જોડા, છત્રી વગેરે ઉપર વિષ્ટા કરે તો અન્નનો લાભ થાય.
૩૨૪
કનકકૃપા સંગ્રહ