________________
દિવસોની શરૂઆત થઈ ચુકી છે. જે કામ વિચાર્યું છે તે ફલિભૂત થશે. કોઈ પણ જાતનું વિઘ્ન આવશે નહીં. પુણ્યના ઉદયથી ઊંચા પ્રકારની ધારણા-ઈરાદો થયો છે. દેવ, ગુરૂ
અને ધર્મના પ્રભાવથી લક્ષ્મી પ્રાપ્ત થશે, સ્નેહીનો મેળાપ થશે, સંતાનનું સુખ સાંપડશે, પત્ની તરફથી સુખ મળશે અને એક સજન તરફથી અચાનક ફાયદો થશે.
૩૧૨-જે કામ વિચાર્યું છે તેને છોડીને બીજુ કોઈ કામ કરો. અન્યથા દુશ્મન લોકો વિઘ્ન નાખશે, દોલતની ખરાબી થશે. ઘરના મનુષ્યો અને જનાવરો ઉપર સંકટ ઉતરશે, માટે એ ધારેલું કાર્ય છોડી દેવું એ જ ઉચિત છે. ધર્મના પ્રભાવથી બધા કામ ફતેહ પામે છે, નિરાશ્રિતોને આશ્રય આપો અને દેવાધિદેવનું સ્મરણ-ચિંતવન કરો જેથી સુખી થશો.
૩૩ર-ખરાબ દિવસો નષ્ટ થતાં હવે સારા દિવસો આવ્યા છે. તમોને જમીન અને ધન-દોલતનું જે નુકશાન થયું છે તે મટી જશે. થયેલું નુકશાન મટી જઈ ભવિષ્યમાં ફાયદો થશે. પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરો, જ્ઞાનના કાર્યમાં મદદ કરો, જેથી જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મનો નાશ થતાં પુણ્યોદયથી લાભ થશે. હૃદય શુદ્ધ છે, જેથી મનની ચિંતા જલદી નાશ પામશે. પરદેશમાં રહેલા માણસની ફીકર થાય છે, પણ તેની મુલાકાત થશે, ધર્મના પ્રભાવથી સુખચેન ઉડાવશો.
૨૨૩-આ સવાલ સારો છે, સુખના દિવસો નજીક આવ્યા છે, વ્યાપારમાં દોલત મળશે, એશ-આરામ પ્રાપ્ત કરશો, પત્નીનું સુખ સાંપડશે, સંતાનની વૃદ્ધિ થશે, જે કામ કરશો તેમાં લાભ મેળવશો. દિલમાં ચિંતા થાય છે જે હું પરદેશ જઉં તો મને ત્યાં સારુ સ્થાન મળશે કે કેમ?. પરંતુ ફિકર ન કરો, તમોને સારું સ્થાન મળશે. શુદ્ધ દાનતથી વત છો તો છેવટે સારું જ થશે. ધર્મના પ્રભાવથી સુખી થશો, ધર્મને ભૂલશો નહીં, ધર્મકાર્યોમાં સુસ્તી રાખવી ઠીક નથી, દેવ-ગુરુની સેવા કરો.
૩૨૨-જે કાર્ય મનમાં વિચાર્યું છે, તેમાં દુશ્મન લોકો વિઘ્ન નાખશે, પરિણામ સારું નથી. રાજ્યની તરફથી નારાજગી પ્રાપ્ત થશે. જે સુખી થવું હોય તો તે વિચારેલું કામ છોડીને બીજુ કામ કરો. તમારા અનુયાયી લોકો બદલાઈ ગયા છે, તેનો વિશ્વાસ ન કરશો. ધર્મના કાર્યમાં ધ્યાન આપો, વ્રત-નિયમ કરતા રહો. દુનિયામાં સારી વસ્તુ એક માત્ર ધર્મ જ છે. ધર્મના પ્રભાવથી સુખચેન પ્રાપ્ત થયું છે અને ભવિષ્યમાં પણ એ જ પ્રમાણે પ્રાપ્ત કરશો.
કનકકુપા સંગ્રહ