________________
તે સાંભળી સિંહ ગભરાઈને નાઠો. બગલાને માછલીએ સર્પથી બચ્ચાઓને બચાવવા ઉપાય કહ્યો. સર્પ બીલથી નકુલનોળીયાના બીલ સુધી માંસ ખંડો નાખવા. નકુલે આવી સર્પને અને પછી મચ્છ શત્રુ બગલાઓને પણ માર્યા. ઉપાયં ચિંતયે પ્રાણસ્તથાપાય ચ ચિંતતા પશ્યતાં બક મૂર્ખસ્ય, નકુલેન હતા બકા... હાથી વારંવાર ઝાડ હલાવતાં ચકલીના બચ્ચા પડી મરી જતાં તે રોતી. લક્કડખોદ પક્ષીએ આશ્વાસન આપી પોતાને પણ નુકશાન થયાનું કહ્યું ને ઉપાય કર્યો પોતાની મિત્ર વિચારણા નામની માખીને બોલાવી તેણે હાથીને વ્યાકુળ ક્યોં તે વખતે કાષ્ટકૂટે એની આંખ ફોડી પછી માખી મિત્ર દેડકાને બોલાવી તેણે મોટા ખાડામાં જઈ ડ્રો ડ્ર કર્યું ત્યાં પાણી સમજી હાથી જતાં ખાડામાં પડયો ને મર્યો. ચટિકાકાટેન, મક્ષિકા સહ દુરે મહાજન વિરોધન, કુંજર: પ્રલયં ગત: ભૂખ્યો સિંહ મોટી ખાલી ગુફામાં પેઠો કે ત્યાં પશુઓ આવશે તે ખાઈશ. શિયાળે ગુફા નાકે આવી સિંહના પગલા અદંર જતાં જોયા. જેથી ખાત્રી કરવા બોલવા લાગ્યો કે ગુફા તું મને બોલાવે તો જ આવીશ નહિં તો આવીશ નહિં તો છેવટ ભુખ્યા સિંહે બુમ પાડી આવકાર આપ્યો. સિંહનો અવાજ જાણી શિયાળ અને બીજા દુરના પશુઓ ભાગી ગયા. અપમાનિત થયેલ દેડકાં ગંગદતે વેર વાળવા બીલ પાસે જઈ કાળાનાગને લાવી રેટમાર્ગે. ઉતારી જાતિભાઇ ઓને મરાવ્યા પણ પછી તો નાગે રોજ એક એક ખાતાં ગંગદત્તાનના પુત્રાદિ ખાઘા ને પછી ખુદ તેને જ મારવા તૈયાર થયો ત્યાં ગભરાઈ તેણે બીજે કુવેથી વિશ્વાસ પમાડી ઘણાં દેડકાં લાવું કહી માંડ છુટયો સર્વે ઘોને બોલાવવા મોકલી તો કહે બુભશ્ચિત: કંન કરોતિ પાપં? માટે નહિ આવું. ઘાયલ થયેલ ભૂખ્યા સિંહે શિયાળને કોઈ ભક્ષ્ય પ્રાણી લાવવા કહ્યું એક ગધ્ધાને લાલચ આપી ફોસલાવી લાવ્યો સિંહે તરાપ મારી પણ ગધ્ધો છટકી ને ભાગ્યો સિંહના કહેવાથી ફરી શિયાળે જઇ ગદ્ધાને કહ્યું કેમ ભાગ્યા. એ તો ગધેડી હતી. પ્યારથી તમને ભેટવા અધિરી થઈને તમે ભાગ્યા હવે બીચારી તમારા વગર તરફડે છે ને તમારી તે પ્રિયા ઉઘતી પણ નથી. બહું જ યાદ કરે છે હદય વગરનો મૂર્ખ ગદ્ધો ફરી આવતાં જ સિંહે માય. કનકકૃપા સંગ્રહ
૫૩૭