________________
•
પાડી તેથી ગયો. પટેલ સાંબેલો લઈ આપવા પાછળ દોડ્યા. મીયાની બકરી જેવું સાંભળ્યું શું કામનું? ધનવાનનું માન નથી પણ ઘન ત્યાગનું માને છે. રોજ આવનાર કંજુસે એક દિવસ રૂા.૧૦૦૦ ભજનીકને આપતાં તેણે તેને આગળ બેસાડી તેના હતા તે ગુણો ગાયા. ને લોભથી દબાયેલ ગુણો ત્યાગથી પ્રગટ થયા. આત્માર્થીને કોની પડી હોય છે? બે મહાત્માના મહાન ગુણ સાંભળી, રાજા દર્શને આવતાં એ ઉપાધિ ટાળવા બંને રોટી માટે ખોટા લટ્યા. તે જોઈ રાજા રવાના થઈ ગયો. સો શાણે એક મત-નવા તળાવમાં મુહુર્તમાં દુઝણાવાળાને એક એક ઘડો દુધ નાખવા રાજાનો હુકમ થતાં વ્યક્તિગત વિચારી બધાએ પાણી નાખ્યું !!! પ્રસિદ્ધ વિજ્ઞાની ન્યુટને રાત્રે મોડી આવતી પાળેલી બે બિલાડી માટે મુશ્કેલીઓ દૂર કરવાનાની મોટી માટે માપના બે કાણા બારણે કરવા સુથાર બોલાવ્યો. સુથારે એક જ મોટા કાણે કામ સરે છે કહ્યું, પણ તેને ગળે વાત ન જ ઉતરી ને મુંઝાયો. છેવટ પેલાએ કરી બતાવ્યું ત્યારે કાન પકડ્યો. બીજાને રાજી કરવા કરેલી ભકિત શું કામની? ફકીરે રાજાની શ્રદ્ધા માટે થોડું જ ખાધું અને નમાઝમાં બહુ વાર કરી. ઘરે આવી ખાવા માગતાં પુત્રે પૂછી જાણીને કહ્યું કે જેમ દંભી ભોજનથી પેટ ન ભરાયું તેમ એ નમાઝ પણ ખુદાને માન્ય નથી બંને ફરી કરો. ધનીકે ત્યાગીની પ્રશંસા કરતાં પરમહંસે કહ્યું-મેં તો અમુલ્ય ધન પ્રાપ્ત કરવાની લાલસામાં નશ્વર ધનનો ત્યાગ કર્યો છે. તું તો જાણવા છતાં અમુલ્ય ધનને મેળવવા લોભ રાખ્યો નથી તું ત્યાગી છે !! મોટું કોણ? બાળકે પૂછતાં માએ દેશનો શહેનશાહ કહ્યો, એથી? પ્રભુ, એથી ? પ્રભુનું નામ. એથી? એ નામ લેનાર, તો તો હું સહુથી મોટો થઈશ. મુખ સાથે મુખનું કામ-પંડિત આહિરે લાઠીથી વાંકીચૂંકી લીટી કરી તે ન સમજી શકતા શરત મુજબ ઘોડી ને પોથી યાત્રા હારી આવ્યો. તેના મુખ ભાઈએ ત્યાં જઈ શરત કરી ને- અબ યહ તો બેલમુત્તા હૈ કહી બધું જીતી બધાને ચેલા કરી આવ્યો. આવી ગુરૂભકિત-ભુખ્યા શિક્ષક મૌલવી સાહેબને છોકરે હાંડીમાં સુંદર ખીર આપી. મઝાથી અડધી ખાઈ તે પૂછવા લાગ્યો ચાજ શુ છે તે તારી માએ આ મોકલી?
૫૨૦
કનકકૃપા સંગ્રહ