________________
બાર ભાવળોટુંકમાં ફળાદેશ જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહ ખાસ કરીને અમુક બાબતો સુચવે છે. સૂર્ય (રવિ) આત્મા,પિતા અને પ્રભાવ દર્શાવે છે. ચંદ્રમાતા અને મન દર્શાવે છે. મંગળ જમીન, ભાઈબહેન અને સત્વ દર્શાવે છે. બુધ વાણી અને વિદ્યા દર્શાવે છે. ગુરૂ જ્ઞાન, નિપુણતા, આરોગ્ય અને સંતતિ દર્શાવે છે. શુક વાહન અને સ્ત્રીઓ તરફથી સુખ દર્શાવે છે. શનિ નોકર-ચાકર, હાથ નીચેના માણસો, માંદગી, રોગ, મૃત્યુ અને શોક દર્શાવે છે. શનિ સિવાય બધા ગ્રહો સબળ હોતાં ઉપરની બાબતોનું સુખ અનુભવાશે. કુંડલીમાં એટલે શનિ વગર બીજા ગ્રહો બળવાન સારા.
જન્મકુંડલીમાં પ્રથમ ભાવમાં આરોગ્ય, કીર્તિ, સુખ, ધંધો, સફળતા વગેરે જોવાય છે. માથું ખાસ વિશેષ ગુણ અને જન્મસમયની હાલત પણ આરીતે જોવાય છે.
બીજા ભાવમાં સહનશકિત ધન, વાણી, આંખ, ભણતર, ખાન-પાન, લેખન કેટલાક લેખોને આધારે મન પણ આમાં જોવાય છે.
ત્રીજા ભાવમાં ઉમંગ ખરાબ, વિચાર, ભાઇ-બહેન, પ્રતિભા, પરાક્રમ, જમણો કાન, બીજા તરફથી સહાય, છાતી લશ્કર, નોકર-ચાકર જોવાય છે.
ચોથા ભાવને આધારે મા, સંગા-સંબધી, મિત્રો, ભાણેજ, જમીન, વાહન, ખુરશી પથારી, સમૃદ્ધિ જોવાય છે.
પાંચમાં ભાવને આધારે જ્ઞાન, દરેક કાર્ય કે પ્રસંગે ખરું કહી અથવા કરી શકવું, યાદદાસ્ત, પોતાની સત્તાનો ઉપયોગ પૂર્વજન્મના સારા કાર્યો, સલાહકાર, સંતાનસુખ, શુભકાર્યોની પ્રેરણા જોવાય છે.
- છઠ્ઠા ભાવમાં ચોર શત્રુઓ, વિરોધ અવરોધ, માનસીક શોક, થાક રોષ, ખોડ, શત્રુથી મરણ, ખરાબ કામ, ભય વગેરે જોવાય છે.
સાતમો ભાવ કુંડલીના લગ્ન, જાતીય જીવનની રીત રસમ, મુસાફરી પત્ની જમીન જાગીર દર્શાવે છે. પત્નીની કુંડળીમાં સાતમો ભાવ માત્ર પતિની બાબત નથી કહેતો, પણ એની જર જમીન પણ દર્શાવે છે.
આઠમો ભાવ જાતકને કોઈ પણ બાબતમાં હાનિ કે ક્ષય અહીંથી જોવાય છે, અશમ ઘટના પણ આજ દર્શાવે છે. જાતક ઉપર આક્ષેપ જે જાતકનું મૃત્યુ પણ કરાવી, મૃત્યુ સ્થળ, મૃત્યુનો પ્રકાર, માંદગી અવરોધ, લગ્નજીવન કેટલો સમય ચાલે, શોક ઈજા દર્શાવે
નવમો ભાવ સંપત્તિ દાન, ધર્માદા, સહકાર્યકરો પ્રત્યે લાગણી પુજન-અર્ચન, ધાર્મિક કાર્ય (યાત્રાદિ) ભકિતભાવના, વંશવૃદ્ધિ (સ્વપિતૃબાળક વંશવેલો), ઈષ્ટદેવ બતાવે
કનકકૃપા સંગ્રહ
૩૫૬