________________
જેને સિંહરાશિમાં બૃહસ્પતિ, કન્યા રાશિમાં શુક, મિથુન રાશિમાં શનિ અને સ્વક્ષેત્રી મંગલ ચોથા સ્થાનમાં હોય તો તે મનુષ્ય નાયક બને છે.
જેને કન્યા રાશિમાં શનિ યા ચન્દ્રમાં હોય, સિંહ રાશિમાં મંગળ હોય, તે મનુષ્ય જગપાલક બને છે.
જેને ધનુરાશિમાં શુક્ર, મકર રાશિમાં બૃહસ્પતિ કુંભ રાશિમાં સૂર્ય અને મીન રાશિમાં મંગળ હોય, તો તે મનુષ્ય ત્રીસ વર્ષની વયે સંપૂર્ણ કામ કરનારા બને છે જેને દશમાં
સ્થાનમાં બૃહસ્પતિ, બુધ, શુક તથા ચન્દ્રમાં હોય, તેનાં સર્વ કાર્યો સિદ્ધ થાય છે અને તે રાજાઓમાં પૂજ્ય બને છે.
જેને છઠે, આઠમે, પાંચમે, નવમે અને બારમે શુભગ્રહ અને કુરગ્રહ હોય, તે પણ રાજાઓમાં પૂજ્ય બને છે.
જેને પાંચમે મંગળ છઠે રાહુ, આઠમે શુક્ર અને નવમે સૂર્ય હોય, તે કુળનું પાલન કરનારો બને છે.
લગ્નમાં શનિ તથા ચન્દ્રમા અને આઠમે શુક્ર હોય એવા યોગમાં જન્મેલો માણસ, સન્માની અને બહુ લોકપ્રિય બને છે.
મિથુન રાશિમાં રાહુ અને સિંહ રાશિમાં મંગળ હોય એવા યોગમાં જન્મેલો માણસ અશ્વો અને હાથીનો સ્વામી બને છે. અર્થાત્ રાજા બને છે.
ધનુરાશિના અર્ધા ભાગમાં ચન્દ્રમા યુક્ત સૂર્ય લગ્નમાં હોય, વળી શનિ અને મકર રાશિમાં મંગળ હોય તો આ યોગમાં જન્મેલો માણસ મહારાજા બને છે. અને રાજાઓ તેને જોતાં દુરથી પણ તેને પ્રણામ કરે છે. '
જેને ઉચ્ચાભિલાષી સૂર્ય નવમે યા પાંચમે પડે, તે માણસ નીચ કુળમાં જન્મેલો હોય તો પણ સમૃદ્ધ રાજા બને છે.
જેના બીજા સ્થાનમાં શુક, દશમે બૃહસ્પતિ અને છઠે રાહુ હોય, તે માણસ પરાક્રમી રાજા બને છે.
જેના ચાર ગ્રહો (શુભ અશુભ બંને એક જ સ્થાન પૈકી ત્રીજા, પાંચમા, નવમા, લગ્ન અને બીજા એ કમાં જ રહેલા હોય તો પણ રાજયોગ થાય છે.
છઠા, આઠમા, સાતમા સ્થાનમાં રહેલા ચન્દ્રમા સિવાય, બધા ગ્રહો સૂર્યને જોતા હોય એવા યોગમાં જન્મેલો માણસ દીર્ધાયુષી રાજા બને છે.
નવમા, પાંચમાં ચોથા એ સ્થાનોમાં બધા ગ્રહો રહેલા હોય તો આ યોગમાં પ્રથમ જન્મેલો મરી જાય છે અને પછી જન્મેલો જીવે છે. આ યોગમાં જન્મેલા માણસને બીજીવારના લગ્નથી એક પુત્ર થાય છે, તે સંસારમાં પ્રસિદ્ધ, ત્યાગી અને દીર્ધાયુષી રાજા
કનકકૃપા સંગ્રહ
૪૦૩