________________
મિશ્ર હાથ હોવાથી તેઓ દરેક બાબતની ખાસીયતો ઓછા વધતા પ્રમાણમાં ધરાવે છે. જો હથેળીમાં મસ્તક રેખા સારી હોય તો ગમે તેવા મુંઝવણ ભર્યા કાર્યો આસાનીથી ઉકેલી શકે છે.
આ લોકોમાં બુદ્ધિ, ચાતુર્ય હોવા છતાં ઉતાવળીયા સ્વભાવને લીધે એકજ સ્થળે નિવાસ કરી શકતા નથી. આ લોકો સંગીત પ્રિય અને પ્રમાદી હોય છે. આવા મિશ્ર ગુણો અવગુણોના કારણે પોતાના કાર્યમાં ધારી સફળતા મેળવતા નથી.
હાથના વળાંક ૨. હાથના વળાંક :- હાથના ત્રણ પ્રકારના વળાંક હોય છે. (૧) અક્કડ હાથ (૨) સ્થિતિસ્થાપક સીધો હાથ (૩) વળતો હાથ.
અક્ક હાથ અક્કડ હાથ :- આવા હાથવાળા મનુષ્યો રાજકીય બાબતમાં શાહીવાદના પૂજારી હોય છે. તેને બાપદાદાના જુના રીતરીવાજો સારા લાગે છે, અને નવા રીત-રીવાજો ખોટા લાગે છે. ધર્મની બાબતમાં જુના મતના હોય છે. તે વ્યાપરની બાબતમાં બાપદાદાનો જુનો ધંધો ચલાવી રાખે છે. નવા જમાના પ્રમાણે તે પોતાનો મત કે ધંધો, રોજગાર બદલતા નથી. જુનો જમાનો સારો લાગે છે. અને નવા જમાનાને ધીક્કારે છે. પોતે મહેનત મજુરીથી પોતાનું ગુજરાન ચલાવે છે અને બીજાને પણ મહેનત કરવાનું સૂચન કરે છે. આવા માણસો અંધ શ્રધ્ધાળુ અને વિશ્વાસુ હોય છે. પરંતુ જુની બાબતોમાં જ આવી વ્યક્તિઓ વિશ્વાસ ધરાવે છે. અક્કડ હાથવાળા મનુષ્યો કોઈની પણ ગુપ્તવાત સંઘરી જાણે છે. સંજોગોના અતિશય દબાણને લીધે નવા જમાના પ્રમાણે તેઓ મરવા તૈયાર થાય છે. પરંતુ તેઓ પોતાની ઘરેડ અને પોતાના રીત-રીવાજો બદલતા નથી, આવા મનુષ્યના હાથ અક્કડ બરછટ અને સખત હોય છે. તેની આંગળીઓ અંદરના ભાગ તરફ વળતી હોય છે. આ લોકો બહુજ સાવચેત અને જડ હોય છે. હઠીલા અને દુરાચારી હોય છે.
શિશ્ચતિ સ્થાપક હાથ સ્થિતિ સ્થાપક હાથ. આ પ્રકારનો હાથ સહેજ દબાણ આપતાં પાછળ ભાગમાં વળે છે. પરંતુ વધારે વળતો નથી. અને દબાણ દૂર કરતાં મૂળ સ્થિતિમાં આવી જાય છે. આવા હાથવાળા સ્ત્રી પુરૂષો મનના સંયમી અને સંજોગોને અનુકુળ થઈ શકે છે. આ લોકોમાં આત્મવિશ્વાસ અને શ્રધ્ધા હોય છે. તેઓ સાહસ કરવામાં પણ પાછળ પડતા નથી. તેઓ સાહસિક હોય છે. તેઓ ઉદાર હોય છે. પૈસાનો ઉપયોગ કરી જાણે છે. પણ ઉડાઉ નથી. હોતા, તેઓ દયા દાનમાં માનનારા અને દયાળુ હોય છે. તેઓ ઉદાર, કનકકૃપા સંગ્રહ
૪૧૧