________________
મનુષ્ય ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધાવાન થાય. તેવી જ રીતે બીજો વેઢો લાંબો હોય તો તે પણ શુભદાયક છે.
(૪૯) જે મનુષ્યની પાંચે આંગળીઓના અગ્ર ભાગ ઉપર ચકનું ચિહ્ન હોય તો તે જગતમાં હોટો યશસ્વી થાય અને તેનું ઉચ્ચ પદ કાયમ રહે. જેની તર્જની આંગળી ઉપર ચકનું નિશાન હોય તે મનુષ્યને હોટા મોટા દોસ્તો હોય અને તેનાથી લાભ થાય પરંતુ એક ચક દક્ષિણાવર્ત હોવું જોઇએ. કદાચ વામાવર્ત હોય તો તેથી અલ્પ ફળ મળે છે. એવી જ રીતે જેની મધ્યમાં આંગળીના અગ્ર ભાગ ઉપર ચક હોય તેને જમીનદ્વારા લાભ પ્રાપ્ત થાય. જેની અનામિકા આંગળીના અગ્ર ભાગ ઉપર ચકનું નિશાન હોય તે વિદ્વાન હોય અને વિવિધ પ્રકારની વિદ્યાઓનો જાણકાર હોય, તેમજ જે કામનો પ્રારંભ કરે તેમાં ફત્તેહમંદ થાય. અગર તે મનુષ્ય દુનિયાનો ત્યાગ કરી દીક્ષાનો સ્વીકાર કરે તો તે રાજઓનો પણ ધર્મગુરુ બને અને પુજનિક થાય, પરંતુ એ દક્ષિણાવર્ત હોવું જોઈએ. જો કદાચ વામાવર્ત હોય તો તેથી ઓછું ફળ મળે, પણ નિષ્ફળ ન જાય.
(૫૦) જેની કનિષ્ઠા અંગુલિકા અગ્ર ભાગ ઉપર ચક હોય તે દેશ-પરદેશની સફર કરે અને લક્ષ્મી સંપાદન કરે. જેની પાંચે આંગળીના અગ્રભાગ ઉપર શંખ હોય તો તે પણ શુભ છે. જેથી પાંચે આંગળીઓના અગ્રભાગ ઉપર છીપનું ચિહ્ન હોય તે કંજુસ હોય. જેની દશે આંગળીઓના અગ્રભાગ ઉપર ચક હોય તો તે વ્હોટો રાજા અથવા યોગિરાજ હોય. | (૫૧) જેના પગમાં ચક્રનો આકાર હોય તે દોલતમંદ-લક્ષ્મીવાન અને દિલનો દિલેર-ઉદાર થાય. જેના પગમાં અંગૂઠાથી નીકળીને નવ આંગળ લાંબી ઊર્ધ્વરેખા પગની પાની સુધી લાંબી ચાલી ગઈ હોય તે મનુષ્ય રાજા અથવા યોગી હોય.
(૧ર) જો પગમાં ધ્વજાનું નિશાન હોય તો દુનિયામાં તેની ખૂબ કીર્તિ ફેલાય છે. જેના પગમાં રથનો આકાર હોય તેના ઘરે રથ, ગાડી, ઘોડા વગેરે વાહનો કાયમ રહે. જેના પગમાં પદ્મનું ચિહ્ન હોય તે વૈરાગ્ય પ્રાપ્ત કરી મહાન્ સાધુ મહાત્મા થાય.
(૫૩) જો પગમાં ચંદ્રમાનું નિશાન હોય તે દેવની જેમ હંમેશાં પૂજાય છે. જેના પગમાં ત્રિશૂળનું નિશાન હોય તે સાધુ થાય, પરંતુ તેનાથી ધર્મનું આરાધન થઈ શકે નહીં. જેના પગમાં મયૂરનું ચિહ્ન હોય તે શુભ છે, તેની ધારણા સફળ થાય. જેના પગમાં કાચબાનું ચિહ્ન હોય તે પાણીમાં તરતા શીખે અને સમુદ્રની મુસાફરી કરે.
(૫૪) જેના પગમાં અષ્ટ પાંખડીવાળું કમળ હોય તે રાજાધિરાજ હોય. જેના પગમાં અંગૂઠા નીચે જવનો આકાર હોય તે મહાન જંગબહાદુર અને લક્ષ્મીવાન હોય.
(૫૫) જેના પગમાં પદ્મનું ચિહન હોય તે રાજાધિરાજ અથવા રાજઋષિ હોય.
કનકકૃપા સંગ્રહ