________________
જે સ્ત્રીના પગ ઉપર ઘણા વાળ ઊગેલા હોય તે હંમેશા ધનની તંગી ભોગવે.
(૭) કોયલના અવાજ સમાન જેની વાણી મધુર હોય તે સ્ત્રી સૌભાગ્યશાળી જાણવી. તેનો ખજાનો કાયમ ભરેલો રહે અને સર્વત્ર તેની કીર્તિ વિસ્તાર પામે.
(૮) જે સ્ત્રીના દાંત ન્હાના અને પાતળા હોય તે સર્વદા ખાનપાનથી સુખી હોય. જે સ્ત્રીની નાસિકાનાં બને છેદ ન્હાના હોય, કેશ પાતળા અને ચમકદાર હોય, આંખોમાં શરમ ભરેલી હોય તે શુભ લક્ષણો જાણવાં, કારણ કે એ લક્ષણો પદ્મિનીમાં પણ હોય છે. | (૯) જે સ્ત્રી પગની તર્જની અમૂલી અંગૂઠાથી મોટી હોય તે પતિના હુકમનો સ્વીકાર ન કરે. જે સ્ત્રીના પગની તર્જની અંગુલી કરતાં મધ્યમા અંગુલી લાંબી હોય તે અભિમાનિની હોય, એ જ કારણથી તે કષ્ટ પ્રાપ્ત કરે. જે સ્ત્રી ની નાભિ બહાર નીકળેલી હોય હોઠ શ્યામ રંગના હોય અને દાંત બહાર નીકળેલા હોય તે સ્ત્રીને પતિ તરફથી સંપૂર્ણ સુખ ન મળે અને કષ્ટથી દિવસો ગુજારે.
(૧૦) જે સ્ત્રીને ડાબા પગમાં સાત અંગુલ લાંબી ઊર્ધ્વરેખા હોય તે રાજાની રાણી થાય અથવા તેને લક્ષ્મીવાન પતિ મળે, અને પોતાના ઘરમાં સારી પ્રતિષ્ઠામાન પ્રાપ્ત કરે. જે સ્ત્રીની ભૂ-નેણ લાંબી હોય તે હંમેશાં સુખ ભોગવે. જે સ્ત્રીના બત્રીસે દાંત એક સરખા અને ખૂબસુરત હોય તે સર્વદા મિષ્ટ ભોજનનો ઉપભોગ કરવાવાળી અને સુખી હોય.
(૧૧) જે સ્ત્રીના ગળા ઉપર ત્રણ આડી રેખા પડી હોય તે સૌભાગ્યશાળી અને આરામ ભોગવવાવાળી હોય.
ઇતિ હસ્તરેખા નિમિત્ત સંપૂર્ણ.
(૭) ઉત્પાત-નિમિત્ત. (૧) દુનિયામાં વસતા મનુષ્યોના પ્રારબ્ધ જ્યારે કમજોર થઈ જાય છે ત્યારે કદી પણ ન બનેલા બનાવો અસંભવિત બનાવો બનવા લાગે છે. એ અસંભવિત બનાવોનું બીજું નામ ઉત્પાત છે. જે જે ઉત્પાતોની અસર સામાન્ય જનતા ઉપર જેવી રીતે થાય છે તે જ આ પ્રકરણમાં બતાવવામાં આવશે. ઉત્પાત થવાથી કેવાં ફળો અનુભવવાં પડશે, તે સંબધી કંઈક માહિતી આમાં આપવામાં આવશે. વીજળી થવાથી કેટલા ગાઉ સુધી તેની અસર થશે અને ગર્જના થવાથી કેટલે દૂર સુધી તેનો શબ્દ સાંભળી શકાય વગેરે હકીકત આપવામાં આવી છે.
(૨) વાસ્તવિક રીતે જોતાં ખરી વાત તો એ છે કે દુનિયા ઉપર જ્યારે ખરાબ દિવસો શરૂ થવાના હોય છે ત્યારે નિમિત્તો પણ એ દુદિનોને અનૂકૂળ જ શરૂ થાય છે. જો
૫૦
કનકા સંગ્રહ