________________
રેખા હોય તેટલા તે મનુષ્યને મિત્રો હોય, અને આડી રેખાઓ જેટલી હોય તેટલા દુશ્મનો હોય. તર્જની આંગળીના નીચેના વેઢામાં જેટલી ઊભી અને આડી રેખા હોય તેટલા તે મનુષ્યના અવર્ણવાદ બોલનારા હોય. અનામિકા આંગળીના વચલા અને નીચેના વેઢાની ઊભી રેખાને કેટલાક ધમરખા પણ માને છે.
(૩૩) પુરુષોનાં જેવીરીતે જમણા હાથનાં લક્ષણો જોવાય છે તેવી જ રીતે ડાબા હાથના લક્ષણો સંપૂર્ણ ફળ આપનારાં હોય છે. તો ડાબા હાથનાં લક્ષણો કંઈક અપૂર્ણ ફળ આપનારા હોય છે; પરંતુ સાવ વ્યર્થ તો જતાં નથી.
(૩૪) બત્રીસ લક્ષણો પૈકી એક પણ લક્ષણ જેના હાથમાં અથવા શરીરમાં સાફસ્પષ્ટ હોય તો તે એક જે લક્ષણ આખી ઉમંર સુધી લાભદાયક નીવડે છે, જ્યારે તેવું જ કોઇ કુલક્ષણ શરીર ઉપર સ્પષ્ટ પડી ગયેલું જોવામાં આવે તો તે પણ આખી જિંદગી સુધી કટુ ફળનો અનુભવ કરાવે છે.
(૩૫) જે મનુષ્ય પોતાના હાથની આંગળીઓના માપથી ૧૦૮ આંગળ ઉચો હોય તે ઉત્તમ અને તેજસ્વી થાય. જેની ઉંચાઈ ૯૬ આંગળ હોય તે મધ્યમ અને જે ૮૪ આગળ લાંબો હોય તે સામાન્ય પુરુષ ગણાય છે. આથી પણ જેની ઊંચાઈ ઓછી હોય તે કષ્ટપૂર્વક જીવન વ્યતીત કરે.
(શરીરની ઊંચાઇ માપવાની રીત આ પ્રમાણે સમજવી-એક લાંબી દોરી લઇ જમણા પગના અંગૂઠા નીચે દબાવી મસ્તક સુધી માપવી. પછી એ દોરીને આંગળીઓવતી માપવી. પરંતુ માપતી વખતે આંગળીઓના વચલા ટેરવાથી માપ લેવું. ઉપર ના ટેરવાથી કે નીચેના ટેરવાથી બરાબર માપ આવી શકશે નહી)
(૩૬) મહાન શૂરવીર, મહાન બુદ્ધિમાન, મોટા આબરૂદાર અને વધારે સુખી મનુષ્યો આ પંચમકાળમાં દીધાયુ ભોગવી શકતા નથી, ટુંકી ઉમ્મરવાળા જ હોય છે, કારણ કે જ્ઞાની પુરુષોએ આ પંચમકાળમાં ઉત્તમ વસ્તુઓનો વિનાશ ફરમાવેલ છે.
(૩૭) નાસિકાનાં બન્ને છિદ્રો ન્હાનાં હોય તે ઉત્તમ છે. જેનું નાક હમેશાં સુકાયેલું રહે તે દીધાર્યુનો ભોકતા થાય. જેનાં કાન, નાક, હાથ, પગ અને નેત્રો લાંબા હોય તે દીર્ધાયુ ભોગવે છે. | (૩૮) ચક્ષુઓ કમલ સમાન ખૂબસુરત, બન્ને ખૂણા લાલ, કીકી શ્યામ અને વચલો ભાગ સફેદ હોય તે ઉત્તમ નેત્રો ગણાય છે. એવાં નેત્રોવાળો પુરુષ ભાગ્યશાળી ગણાય છે. હાથીના નેત્રો જેવાં નેત્ર હોય તે ફોજનો અક્સર થાય, મોરની ચક્ષુઓ જેવી ચક્ષુવાળો પુરુષ મધ્યમ સ્થિતિવાળો થાય અને માંજરી આંખોવાળો આપમતલબી-સ્વાર્થી હોય.
(૩૯) જેના શરીરનો રંગ હીરા, માણેક, મોતી, સુવર્ણ અથવા હરતાલ જેવો
કનકકૃપા સંગ્રહ