________________
દંડયોગમાં જન્મેલો માણસ મહા પુણ્યશાળી, એકછત્રી રાજા, તેજસ્વી, સિંહ સમાન પરાક્રમી અનેક નોકરીનો સ્વામી અને પોતાના ગુરૂનો ભકત હોય છે.
- ૪૩ વાપી યોગ જે માણસના જન્મ લગ્નમાં બીજા બારમા અને લગ્ન સ્થાન સિવાયનાં સ્થાનમાં બધા ગ્રહો રહેલા હોય, તો વાપીયોગ થાય છે. એવું પ્રાચીન પંડિતોનું કહેવું છે. - વાપીયોગમાં જન્મેલો માણસ દીર્ધ આયુષ્યવાળો પોતાના વંશમાં મુખ્ય, સુખી, અત્યંત ધીરજવાળો, પુણ્યશાળી તેમજ મધુર વાણી બોલનારો હોય છે.
૪૪ યુપાદિયોગો જે માણસના જન્મ કાળમાં લગ્નથી, ચોથેથી, સાતમેથી અને દશમેથી-એ દરેકથી શરૂ કરીને ચાર-ચાર સ્થાનોમાં બધા ગ્રહો સ્થિત હોય તો ક્રમશ: યૂપ, શર, શકિત અને દંડ એ ચાર યોગ થાય છે.
જેમ કે લગ્ન, બીજા, ત્રીજા અને ચોથા એ સ્થાનોમાં બધા ગ્રહો રહેલા હોય તો ચૂપ યોગ થાય છે.
અને ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા એ સ્થાનોમાં બધા ગ્રહો રહેલો હોય તો શર નામે યોગ થાય છે.
અને સાતમા, આઠમાં, નવમા અને દશમાં એ સ્થાનોમાં બધા ગ્રહો સ્થિત હોય, તો શકિત નામનો યોગ થાય છે.
તેમજ દશમા, અગ્યારમાં, બારમા અને લગ્ન (૧)એ સ્થાનોમાં બધા ગ્રહો રહેલા હોય તો દંડ નામનો યોગ થાય છે.
૪૫ યૂપયોગ ફળ જે માણસના જન્મ કાળમાં ચૂપ નામનો યોગ થાય છે તે મનુષ્ય ધીર, ઉદાર, યજ્ઞ કર્મને અનુસરનારો, અનેક વિધાર્ધારણ કરનારો, સુવિચારવંત અને લક્ષ્મીવંત હોય છે.
૪૬ શરયોગ કળા જે મનુષ્યનાં જન્મ કાળમાં શર નામનો યોગ થાય છે. તે મનુષ્ય ખૂબ જ હિંસા કરનાર ચિત્ર કામથી દુઃખી થનારો, અને તે દુઃખને આનંદ માનનારો વનના અંત ભાગમાં રહેલ શરને જાણવારો તેની પત્ની રંભા સમાન સૌંદર્યવતી હોય છે અને તે જન્મથી મૃત્યુ પર્યત દુ:ખી રહે છે.
૪૭ શકિત યોગ જે મનુષ્યનાં જન્મકાળમાં શકિત યોગ થાય છે, તે માણસ નીચ અને ઉચ બને
૩૦૦
કનકકુપા સંગ્રહ