________________
- કાગડો કોઈ પણ વસ્તુ આપણી પાસે ઉપાડી લાવે તો તે વસ્તુનો આપણને લાભ થાય
છે. • કાગડો કોઈ પણ વસ્તુ આપણી પાસેથી લઈ જાય તો આપણને નુકશાન થાય ! - પીળી વસ્તુ કાગડો લાવે તો તથા કપાસમાંથી બનેલ સફેદ વસ્ત્ર કાગડો લાવે તો
ચાંદીનો લાભ જાણવો. - કાગડો દુધાળા વૃક્ષ કે નદી કિનારે અથવા રેતીમાં બેસીને રડે તો ખૂબ વરસાદ થાય. - કાગડો બીજી ઋતુમાં પાણીથી અથવા રેતીથી સ્નાન કરે તો વાદળવાળો દિવસ થાય. - ઝાડની બખોલમાં બેસી કાગડો દારૂણ અવાજ કરે તો મહા ભય સાંભળનારને આવે. - કાગડો પાણી જોઈ અવાજ કરે અથવા મેઘના જેવો અવાજ કરે તો વરસાદ થાય. - કાગડો પાંખો ફફડાવતો ઝાડ ઉપર બેસી દુ:ખી થઈને અંગો ઉપર ચાંચ મારે તો
અગ્નિભય રહે. - કાગડો લાલ વસ્ત્ર ઘરમાં લાવે તો અગ્નિભય રહે. - કાગડો બળેલા તણખલાં અથવા લાકડાં ઘરમાં લાવે તો અગ્નિ પ્રકોપ થાય. - કાગડો પૂર્વ દિશામાં જોતો, ગૃહસ્થના ઘરનાં અવાજ કરે તો રાજભય રહે. - કાગડો દક્ષિણ દિશામાં જોતો, ગૃહસ્થના ઘરમાં અવાજ કરે તો ચોર ભય રહે. - કાગડો પશ્ચિમ દિશામાં જતો, ગૃહસ્થના ઘરમાં અવાજ કરે તો તે માણસને જેલ
થાય. - કાગડો ઉત્તર દિશામાં જતો ગૃહસ્થના ઘરમાં અવાજ કરે તો માણસને કલેશ થાય. - કાગડો સૂર્ય તરફ જોઈને અવાજ કરે તો પશુ ભય ઉત્પન્ન થાય. - શાંત કાગડો પૂર્વ દિશાને જોઈને અવાજ કરે તો સુવર્ણલાભ થાય. - કાગડો દક્ષિણ દિશાને જોઈને અવાજ કરે તો ભોજન પ્રાપ્તિ થાય. - કાગડો શાંત નૈઋત્ય ખૂણાને જોતો અવાજ કરતો હોય તો દુધ, સાધનો, દહીં, તેલ,
માંસ તથા ભોજનની પ્રાપ્તિ થાય. - કાગડો શાંત પશ્ચિમ દિશાને છેતો અવાજ કરતો હોય તો દારૂ, આસવ, અનાજ તથા
સમુદ્રના રત્નોની પ્રાપ્તિ થાય. - કાગડો શાંત વાયવ્ય ખૂણાને તો આવાજ કરતો હોય તો હથિયાર પ્રાપ્તિ થાય. - કાગડો શાંત ઉત્તર દિશાને જોતો અવાજ કરતો હોય તો પાયસ, ભોજન, ઘોડો અને
વસ્ત્રની પ્રાપ્તિ થાય. . ----
કનકકુપા સંહ
૩૨૫