________________
·
-
-
-
કૂતરો મુસાફરી કરનારના પગ ચાટે તેના ઉપર ચઢવાનો પ્રયત્ન કરે અથવા કાન પટપટાવે તો કામમાં વિઘ્ન જાણવું.
કૂતરો માર્ગમાં આડો ઉભો રહે અથવા ખંજવાળે તો માર્ગમાં વિરોધ જાણવો.
કૂતરો શય્યા અથવા તુટ્યા વગરના નિભાડા ઉપર પેસાબ કરે તો કન્યામાં દોષ જાણવો.
કૂતરો વાસણો ભરેલા નિભાડા ઉપર પેસાબ કરે તો પત્નીનો દોષ જાણવો.
કૂતરો નવા જોડા ઉપર પેસાબ કરીને આવે તો કન્યામાં દોષ જાણવો.
કૂતરો જૂના જોડા ઉપર પેસાબ કરીને આવે તો પત્નીમાં જાણવો.
કૂતરો ગાય, બળદ, અથવા ગૌજાતિ ઉપર પેસાબ કરી મુસાફરી કરનારની સામે આવે તો તેના ઘરમાં હલકી જાતના સહયોગથી વર્ણસંકર પ્રજા પેદા થાય.
કૂતરો ગાયની જોડે મસ્તી કરતો હોય તો સુકાળ પડે અને કલ્યાણ, આરોગ્ય, તથા હર્ષ
થાય.
એક અથવા ઘણાં કૂતરા સૂર્યોદય વખતે સુર્ય સામે મો રાખી રહે તો દેશમાં જલદી બીજાનું રાજ્ય થવાનું એમ માનવું:
કૂતરો મુસાફરની ડાબી જાંઘ સુંઘે તો ધન લાભ થાય.
કૂતરો મુસાફરની જમણી જાંધ સુંધે તો સ્ત્રી કલેશ થાય.
કૂતરો મુસાફરની ડાબી સાથળ સુંઘે તો બુદ્ધિનો ઉપયોગ કરવો પડે.
કૂતરો મુસાફરની જમણી સાથળ સુંઘે તો મિત્રોની સાથે વિરોધ થાય.
કૂતરો મુસાફરી કરનારાના બંને પગ સુંઘે તો યાત્રાનો વિરોધ અથવા યાત્રા-મુસાફરી નિષ્ફળ જાય.
કૂતરો મુસાફરના બંને હાથ સુંધે તો શત્રુ તેમજ ચોરનો ભય.
કૂતરો ખાવાની વસ્તુ, હાડકા, અથવા માંસ રાખોડીમાં સંતાડે તો અગ્ની પ્રકોપ સમજવો.
કૂતરો મુસાફરની સામે આવી રડે તો યાત્રાની મનાઈ જાણવી.
કૂતરો .ઉ...ઉ... કરીને રડતો અથવા તો .. ઓ..ઓ... કરીને રડતો સંભળાય તો તે માણસને ધન પ્રાપ્તિ થાય.
કૂતરો ઔ..ઔ... કરીને રડે તો ગભરામણ થાય.
કૂતરો મુસાફરની પાછળ ગમે તે આવાજે રડે તો મુસાફરી ન કરવી.
કૂતરો લાકડીથી મારવાને લીધે રડતો હોય એવો અવાજ કરી રડે તો અથવા વારે ઘડીએ
ખંખ એવો અવાજ કરતો હોય અથવા બધા કૂતરા ભેગા થઈ દોડાદોડ કરતા હોય તો
કનકકૃપા સંગ્રહ
૩૨૩