________________
- કાગડો શાંત ઈશાન ખૂણાને જોતો અવાજ કરતો હોય તો ઘી ભરેલા વાસણ અને
બળદની પ્રાપ્તિ થાય. - નોંધ : કાગડો ઘરની પાછળ બેસી અવાજ કરે તો બધું ફળ ઘર માલિકને મળે. • કાગડો મુસાફરના કાન પાસેથી પસાર થાય તો કલ્યાણ થાય. • કાગડો સામે આવી ગમે તે અવાજ કરી જાય તો યાત્રાથી પાછું ફરવું પડે. - કાગડો પહેલા ડાબી તરફ અને પછી જમણી તરફ અવાજ કરે તો ધનનો નાશ થાય. - કાગડો પહેલા જમણી તરફ અને પછી ડાબી તરફ અવાજ કરે તો ધનલાભ થાય. - કાગડો અવાજ કરતા કરતા મુસાફરની આગળ આગળ દોડે તો મુસાફરને પુષ્કળ
ધનપ્રાપ્તિ થાય. • કાગડો એક પગે ઊભો રહી સૂર્ય તરફ મુખ રાખી અવાજ કરે તો યાત્રા કરનારના
શરીરમાંથી લોહી નીકળે. - કાગડો એક પગે સૂર્ય સામે ઉભો રહી ચાંચ વડે પોતાની પાંખો ફાંદે તો મહાન
માણસનો વધ થવાનો. - કાગડો વ્યાકુળ થઈને ગામની સીમમાં ખૂબ અવાજ કરે તો યાત્રીને કલેશ થાય. કાગડો કોમળ પત્ર, ફળ, ફૂલ, વગેરેથી નમ્ર બનેલ મધુર અથવા દુધાળા, વર્ણરહિત સારી રીતે ઊભા રહેલા વૃક્ષ ઉપર બેસીને અવાજ કરે તો કાર્યસિદ્ધિ થાય. કાગડો પાકેલા અનાજ, અને નવા ઘાસથી ઢાંકેલા ખેતર, પ્રસાદ, બારી અથવા અનાજના ઊંચા ઢગલા ઉપર બેસી અવાજ કરે તો ધનપ્રાપ્તિ થાય. કાગડો રાફડા ઉપર બેસીને બોલે તો સર્પદર્શન થાય. - કાગડો ભેસ ઉપર બેસીને બોલે તો મુસાફરને તાવ આવે.
કાગડો તણખલાના ઢગલા ઉપર કે હાડકાં ઉપર બેસીને ડાબી તરફ મોં રાખી બોલે તો
મુસાફરને કાર્યમાં વિઘ્ન આવે. - ઉપરથી, આગળથી અથવો વીજળીથી દાઝેલા ઝાડ ઉપર બેસી કાગડો બોલે તો વધ
સુચવે. - કાગડો કાંટાવાળા ઝાડ ઉપર બેસીને બોલે તો કલેશ. - કાગડો વેલથી વિટાળેલા ઝાડ ઉપર બેસીને બોલે તો જેલ થાય. - કાગડો સુકા વૃક્ષ ઉપર બેસીને બોલે તો કલેશ. - કાગડો આગળ અથવા પાછળ છાણ ઉપર બેસીને અવાજ કરે તો ધનલાભ. - કાગડો મુસાફરને મળેલા માણસના અંગ ઉપર બોલે તો મુસાફરને મૃત્યુભય રહે.
કનકકૃપા સંગ્રહ
૩૨૬