________________
પડ્યા છે. તો કાર્યનો નાશ તથા ધન વ્યય થાય.
(૨૩૮) કોઈ માણસને સ્વપ્નમાં મુડદા, સાધુઓ દેખાતા હોય તો આવરદા ઓછી થાય તથા દુ:ખ ભોગવવું પડે.
(૨૩૯) કોઈ પણ માણસને સ્વપ્નમાં વીંઝણો દેખાય તો વા, રોગ, ઝાડા તથા ઉલટી થાય.
(૨૪૦) કોઈ પણ માણસને સ્વપ્નમાં કોઈ ધનવાન માણસ દેખાય તો પોતે
ધનલાભ થાય.
(૨૪૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં ઉંટ અથવા કચરાપેટી દેખાય તો ધનલાભ
થાય.
(૨૪૨) કોઈ પણ માણસને સ્વપ્નમાં ઘોડાની નાળ દેખાય તો તેનાથી પરદેશ
ગમનના યોગો થાય છે.
(૨૪૩) કોઈ પણ માણસને સ્વપ્નમાં આરસપહાણ દેખાય તો તે માણસને કોઈનો વારસો મળે તથા અચાનક ધનનો નાશ થાય.
(૨૪૪) કોઈ માણસને સ્વપ્નમાં ઘોડાર, હાથીશાળા અથવા ગૌશાળા દેખાય તોપ્રિયતમ કે પ્રિયતમા મળે. આનંદ તથા સુખમાં વધારો થાય તથા લાભ મળે.
(૨૪૫) કોઈ માણસને સ્વપ્નમાં પાકા કેળાં દેખાય તો સુખશાંતિમાં વધારો થાય તથા આનંદ થાય.
(૨૪૬) કોઈ પણ માણસને સ્વપ્નમાં રોગીષ્ટ અથવા ખોડવાળો માણસ દેખાય તો બીમારી આવે અને ઉદવેગ થાય તથા ધનહાની થાય.
(૨૪૭) કોઈ માણસને સ્વપ્નમાં પોતાના પાડોશી દેખાય તો ડર આવી જાય અને મનમાં ચિંતા ઉદ્વેગ થાય એમ માનવામાં આવે છે.
(૨૪૮) કોઈ પણ માણસને સ્વપ્નમાં મોટો રૂમ અથવા સુંદર મકાન દેખાય તો આવકમાં એકદમ વધારો થાય છે.
(૨૪૯) કોઈ માણસને સ્વપ્નમાં કોઈ બ્રાહ્મણ આવીને આપણને દહીં કે તેવાજ પદાર્થો આપી જાય તો તેનાથી પણ આપણા હર્ષમાં વધારો થાય છે.
(૨૫૦) કોઈ પણ માણસને સ્વપ્નમાં ઘવાયેલો માણસ દેખાય તો વ્યાપાર રોજગારમાં વધારો થાય છે.
(૨૫૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં યાત્રાધામ અથવા તીર્થક્ષેત્ર દેખાય તો
કનકકૃપા સંગ્રહ
૩૫૩