________________
. (૯૮) સ્વપ્નમાં કોઈ પણ માણસને ચાંદીના વાસણો અથવા ચાંદીની કોઈ ચીજ જવામાં આવે તો તેનું ભાગ્ય મંદ પડે છે..
(૦૯) સ્વપ્નમાં કોઈ પણ માણસને ધન દેખાય અથવા ધનની લેવડદેવડ કરતો જણાય તો માણસનું સ્વપ્ન પાછું પડતું દેખાય.
(૧૦) સ્વપ્નમાં સફેદ વસ્ત્રવાળી સ્ત્રી મળવાથી તેને ધનનો લાભ થાય છે. તથા માન પ્રતિષ્ઠા વધે.
(૧૦૧) કોઈ પણ માણસને સ્વપ્નમાં પોતે સાધારણ ગરમ પાણીથી સ્નાન કરતો દેખાય તો ધારેલા કાર્યની સિદ્ધિ થાય તથા સુખમાં વધારો થાય.
(૧૦૨) કોઈ પણ માણસને સ્વપ્નમાં જાજમ દેખાય તો તેનાથી ધનલાભ તથા સુખ શાંતિ વધારનારનાર બને. - -
(૧૦૩) સ્વપ્નમાં પોતાનો દુશ્મન આવી પડે તો તેનાથી બીમારીની સંભાવના રહે.
(૧૦૪) કોઈ માણસને સ્વપ્નમાં લોખંડનું હથિયાર અથવા ઓજાર દેખાય તો સ્વપ્ન આર્થિક નુકશાનવાળું ગણાય.
(૧૦૫) સ્વપ્નમાં સાદડી કે શેતરંજી દેખાય તો તકરાર બીનજરૂરી કોઈ સાથે થાય.
(૧૦૬) કોઈ પણ માણસને સ્વપ્નમાં મોટા મોટા ઝાડ કે પર્વતો દેખાય કે મોટા મોટા ખડકો ગબડી પડતા દેખાય તો માણસનું આયુષ્ય પૂરું થવાની સંભાવના રહે તથા કલેશ, કંકાશ, ઉદવેગ વગેરેનો થાય છે. એમ આપણા શાસ્ત્રોમાં કહેલું છે તથા બીક પણ ખૂબ લાગે છે.
(૧૦૭) સ્વપ્નમાં કોઈ માણસને પોતાના પિતા દેખાય તો તેઓ જે કાંઈ કહે તે સાચું પડે.
(૧૦૮) સ્વપ્નમાં માણસને જમીન, હળ, બીયાઉ, ખાતર વગેરે ખેતીનાં સાધનો દેખાય તો તે માણસે સમજી લેવું કે આપણી ઉન્નતિ થવાની છે.
(૧૯) સ્વપ્નમાં માણસને પાડી દેખાય તો કાર્યમાં સફળતા મળે છે તેમજ અનેક પ્રકારે ધનધાન્યનો લાભ થાય છે.
(૧૧૦) કોઈ પણ માણસને સ્વપ્નમાં મિત્ર દેખાય તો અનેક પ્રકારે આનંદ તેમજ લાભ થાય છે. - (૧૧) કોઈ માણસને વહેયારી મળે તો આબરૂ ઈજજત તથા જવાબદારી રહે એમ મનાય છે.
કમHધા સાહ
ર૩