________________
નુકશાન થાય તથા પાધિનતા ભોગવવી પડે.
(૨૭) કોઈ માણસને સ્વપ્નમાં દારૂડીયો દેખાય તો ખુશાલીના તથા આનંદના પ્રસંગો ઉભા થાય તથા તેને રાજ્ય તરફ પુષ્કળ લાભ મળે.
(૨૮) કોઈ માણસને ઘાસનું સ્વપ્ન આવે તો તે સુખશાંતિ આપનારું નીવડે, પરંતુ તે ઘાસ લીલું હોવું જોઈએ. લીલોતરી પણ ઉપર જણાવ્યા મુજબનું ફળ મળે છે.
(૨૯) કોઈ માણસને સ્વપ્નમાં આવ્યો કે કેરી દેખાય તો ભાગ્યોદય અથવા અનેક રીતથી તેને ધનનો લાભ થાય એમ માનવામાં આવે છે.
(૩૦) સ્વપ્નમાં ફાલતું માણસ કપડા ધોતો દેખાય તો તે માણસને સુખમાં વધારો થાય છે.
. (૩૧) કોઈ પણ વ્યકિતને સ્વપ્નમાં કુકડો બોલતો દેખાય તો તેને માથે ઉપાધિઓનું વાદળ ઉતરી આવે તથા ભયની શક્યતાઓ વધે છે. એમ જુનવાણી લોકો માને છે.
(૩૨) કોઈ માણસને સ્વપ્નમાં કોઈ પણના લગ્ન થતા દેખાય તો તેને ખર્ચો વધી જાય અને ઉપાધિમાં વધારો થાય.
(૩૩) ચામડા, હાડકાનું સ્વપ્ન જો કોઈને આવે તો તે ધનહાની કરનારું અનેક પ્રકારે ઉપાધિ લાવનારું તથા પરેશાન કરનારું ગણવામાં આવે છે. '
(૩૪) કોઈ માણસને સ્વપ્નમાં સાદડી, રૂમાલ વગેરે ગુંથતો માણસ દેખાય તો તેનાથી તે માણસની બીજા દિવસથી અપકીર્તિ થાય છે.
(૩૫) કોઈ માણસને સ્વપ્નમાં ઘઉં વગેરે અનાજ દેખાય તો ધનધાન્યનો લાભ થાય અને તે માણસ સુખી થાય. .
(૩૬) કોઈ માણસને સ્વપ્નમાં કોઈ નામું લખતો માણસ દેખાય તો તે શુભફળ આપે અને ધનધાન્યમાં ફાયદો કરે એમ ઋષિમુનિઓ માને છે.
(૩૭) કોઈ માણસને સ્વપ્નમાં ફળફળાદી દેખાય તો સુખ શાંતિ મળવાની તૈયારીઓ ગણવી.
(૩૮) સ્વપ્નમાં કોઈ સ્ત્રી પીળા અલંકાર ધારણ કરેલી દેખાય તો લગ્ન થાય અથવા માંગલિક પ્રસંગો આવે તથા સુખશાંતિમાં વધારો આવે એમ ગણવામાં આવે છે.
(૩૯) કોઈ પણ માણસને સ્વપ્નમાં છત્રી દેખાય તો તેને મુશ્કેલીનો સામનો કરવો પડે.
(૪૦) સ્વપ્નમાં તેલ દેખાય તો શરીરે અવસ્થા જણાય તથા માનસિક ચિંતાઓ પેદા થાય અને મુસીબતોનો સામનો કરવો પડે એમ માનવામાં આવે છે.
કનકકૃપા સંગ્રહ
૩૩૮