________________
ચાલવાનો કમ નીચે પ્રમાણે છે.
દરરોજ સવારે સૂર્યોદય વખતે કોઈ પણ એક નાડી મારફતે હવાની આવ જા થતી હોય છે, ત્યાર પછી દર કલાકે નાડી બદલાય. આમ જો સવારે સૂર્યનાડી હોય તો એક કલાક પછી ચંદ્રનાડી અને પાછા બીજા એક કલાક પછી સૂર્યનાડી એમ ચાલવું જોઈએ. વળી એ જ પ્રમાણે જો પ્રાત:કાળમાં જ ચંદ્રનાડી હોય તો કલાક પછી સૂર્યનાડી વળી બીજા કલાક પછી ચંદ્રનાડી એમ કમપૂર્વક ચાલવું જોઈએ. આ પ્રમાણે નાડી માટેનો નિયમ ગણાય છે.
કોઈ પણ માસના સુદ પખવાડીયાના પડવાને દિવસે સવારમાં સૂર્ય ઊગે તે સમયે ડાબી તરફના નાકમાંથી એટલે કે ચંદ્રનાડીમાંથી શ્વાસોચ્છવાસ ચાલે તે શ્રેષ્ઠ ગણાય છે. ત્રણ દિવસ સુધી એટલે કે પડવો બીજ અને ત્રીજ એમ ત્રણ દિવસ આ ક્રમ ચાલવો જોઈએ. તે પછી કલાકે કલાકે નાડી બદલાતી રહેવી જોઈએ.
આજ પ્રમાણે સુદમાં ચોથ પાંચમ અને છઠ આ ત્રણ દિવસો દરમ્યાન સવારમાં સૂર્યના ઉદય વખતે જમણી નાડીમાંથી શ્વાસ ચાલે અને દર કલાકે તે બદલાયા કરે તે સારું ગણી શકાય.
વળી પાછું સાતમ, આઠમ, અને નોમ પડવા પ્રમાણે, દશમ, અગિયારસ અને બારશ ચોથ પ્રમાણે અને તેરશ, ચૌદશ અને પૂનમ વળી પાછી પડવા પ્રમાણે એ રીતે નાડીનો કમ હોવો જોઈએ.
કોઈ પણ માસના સુદ પખવાડીયામાં નાડીને જે કમ હોય તેના કરતાં વદ પખવાડીયામાં ઊંધો કમ હોવો જોઈએ. એટલે કે સુદમાં જે સમય સૂર્યનાડી માટે સારો ગણાય છે. તે જ સમય વદ પખવાડીયામાં ચંદ્રનાડી માટે શ્રેષ્ઠ ગણાય છે.
આમ નાડી ચાલવાનો કમ ઉપર બતાવવામાં આવેલ છે. આ કમને કુદરતી ક્રમ કહેવામાં આવે છે. અને આ રીતે જે નાડી પોતાના કમ કરતાં ઊધી ચાલે તો તેનાથી માણસ અનેક પ્રકારની ઉપાધિઓમાં મુકાઈ જાય છે. જ્યારે નાડીમાં આવી વિપરીતતા આવે ત્યારે કેવું અને કેટલું ખરાબ ઉલટું થાય તે જાણવા માટે અહીં કેટલીક બાબતો આપવામાં આવી છે. વિપરીતતાનું પરિણામ: - જો કોઈ પણ માણસને પોતાની નાડીનો કમ નિયમ વિરુદ્ધ જણાય અને લાગલાગટ દોઢ માસ સુધી આજ પ્રમાણે ઉલટો કેમ ચાલે તો તે માણસનું છ માસમાં મૃત્યુ થાય છે તેમાં જરા પણ શંકા નથી.– જો કોઈ પણ માણસની નાડીઓ કુદરતીકમ કરતાં ઊલટી રીતે ચાલતી જણાય અને એ પ્રમાણે એક માસ સુધી ચાલે તો તેણે જાણવું કે તેના કોઈ ઈષ્ટ મિત્ર અથવા બંધુ કનકકૃપા સંગ્રહ
૩૩૧