________________
ધાન્યની વૃદ્ધિ તથા કુટુંબની સર્વ પ્રકારે ઉન્નતિ થાય છે.
(૫) જે ભૂમિની અંદરથી કોલસા, કાળા કણ નીકળે તે ભૂમિમાં વાસ કરવાથી અકાળ મૃત્યુ અને રાજ્ય ઉપરથી ભય થાય છે હંમેશા મન અતૃપ્ત રહે છે.
(૬) જે જમીનમાંથી મડદા જેવી અથવા કપૂર જેવી ગંધ આવે તે ભૂમિમાં મકાન બનાવાથી ઘરમાં ભયંકર રોગની ઉત્પતિ અને ચિંતાઓની વૃધ્ધિ થાય છે.
(૭) જે ભૂમિ માટીમાં મોગરા, ગુલાબ, જેવી વાસ આવે તે ભૂમમાં વાસ કરવાથી ધન ભાગ્યની વૃદ્ધિ અને યશ પ્રતિષ્ઠાની વૃદ્ધિ થાય છે.
(૮) જે ભૂમિમાંથી ચંદન જેવી વાસ આવે ત્યાં મકાન બનાવી રહેનારની સર્વ પ્રકારે રક્ષા થાય છે. લક્ષ્મી હંમેશા ઘરમાં સ્થિર રહે છે.
(૯) જે ભૂમિ લીલા રંગની દેખાય તે ભૂમિમાં મકાન બનાવવાથી હંમેશા ધનધાન્ય-વૈભવોની વૃદ્ધિ થાય છે. . (૧૦) લાલ રંગની ભૂમિ પર મકાન બનાવવાથી ઘરમાં કલેશ, ભય અને અશાન્તિ રહે છે.
(૧૧) સફેદ ભૂમિ ઉપર મકાન બનાવવાથી રહેનારની સર્વ પ્રકારે ઉન્નતિ, કુટુંબની વૃદ્ધિ અને સર્વ પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે.
(૧૨) પીળા રંગની ભૂમિ પર મકાન બનાવવાતી રાજકીય લાભો, યશ, પ્રતિષ્ઠાની વૃદ્ધિ થાય છે.
(૧૩) શ્યામ રંગની ભૂમિમાં મકાન બનાવવાથી કુટુંબની વૃધ્ધિ, પુત્રોની પ્રાપ્તી અને વૈભવોની વૃધ્ધિ થાય છે.
ભૂમિ નિમિતો (૧) જે ભૂમિમાં નોળીયો રહે તે ભૂમિ ઉત્તમ જ્યાં સાપનો રાફડો હોય તે અશુભ.
(૨) જે ભૂમિ નજીક સ્મશાન હોય તે અશુભ જ્યાં પશુઓનો નાશ થતો હોય ત્યાં વાસ કરવો નહી. જ્યાં મદીરા, દારૂ, જુગારનું સ્થાન હોય ત્યાં વાસ કરવાથી ધન માનની હાની થાય છે.
(૩) જે ભૂમિમાં હંમેશાં અનેક પતંગીયા ઉડતા હોય ત્યાં વાસ કરવાથી મનની અશાન્તિ પેદા થાય છે.
(૪) જ્યાં મંદિરની ધજા પડતી હોય તે ભૂમિમાં વાસ કરવાથી મનની અશાનિત અને ધનનો નાશ થાય.
(૫) જૈન દેવાલયની પીઠ હોય તે ભૂમિમાં મકાન ન બનાવવું કે ન લેવું, શિવજીના કનકકૃપા સંગ્રહ
૨૯૭