________________
વાર એક એ પાઠ પ્રકાશિત કર્યો કે જેથી લોકોને એ લેખનું મહત્વ ડુંઘણું સમજાયું. અત્યારલગી એ લેખની એકે પ્રતિકૃતિ હતી બહાર પડી. માત્ર આંખથી જોઈજોઈને એની નકલ ઉતારેલી. એ વખતે એમ મનાતું કે કાગળ દબાવવાથી એ લેખની છાપ બરાબર ન ઉઠે. લેખને ઘણો ભાગ વાંચી શકાતું નહતું અને જે વાંચી શકાતું હતું તેમાં પણ ભૂલે રહેતી. ૧૯૧૩માં, મેં મારા સાહિત્યસખા શ્રીયુત રાખાલદાસ બેનરજી પાસે એની એક પંક્તિ વંચાવી જોઈ. એ સંબંધી ચર્ચા પણ મેં મારા એક રાજ્યકાળ નિર્ણય સંબંધી લેખમાં કરી. આ ચર્ચા વાંચી પ્રસિદ્ધ ઇતિહાસશાસ્ત્રી વિમેંટ મિથે મને પૂરેપૂરો લેખ વાંચી જવા તથા છાપવા ભલામણ કરી. બેનરજી સાહેબને પણ એમણે એ મતલબને બીજે એક પત્ર લખે પટણા આવ્યા પછી, અને પટણામાં એક અનુસંધાન સમિતિ નીમાયા પછી મેં બિહારના લાટ સાહેબ સર એડવર્ડ ગેટને કહ્યું કે “ હાથીગુફાવાળા લેખની છાપ, ગમે તેમ કરીને પણ મેળવવી જોઈએ. ” સર એડવર્ડના લખવાથી પુરાતત્ત્વવિભાગના પંડિત રાખાલદાસ બેનરજી ખંડગિરિ ગયા. એમણે પોતે, મારા એક શિષ્ય ચિ. ડૉ. કાલિદાસ નાગની મદદથી બે છાપ ઘણું મહેનતે તૈયાર કરી. બેમાંથી એક મને મોકલી અને બીજી ડા. ટમ્સ( લંડન )ને રવાના કરી. કેટલાય મહિનાના રાતદિવસના એકધારા પ્રયત્ન, ચિંતન અને મનનને અંતે મેં એ લેખને પાઠ અને અર્થ બેસાડી, બિહાર-એરીસાની રીસર્ચ સોસાઈટી તરફથી પ્રકટ થતી પત્રિકામાં ૧૯૧૭માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com