________________
કારણે ઘસાયેલો ભાગ કેટલું છે તે કળી શકાતું નથી. કાળ પત્થરને પણ ખાઈ ગયું છે અને એને લીધે મોટી ભ્રમજાળ ઊભી થવા પામી છે. અવતારી પુરૂષોની કીત્તિ પણ જાણે કે કાળથી સાંખી શકાતી નથી ! ખારવેલના ઈતિહાસની પણ એવી જ અવદશા થઈ છે. આશ્ચર્ય અને આનંદની વાત તો એટલી જ છે કે બબ્બે હજાર વર્ષ પછી પણ ગમે તેમ કરીને એ શિલા ટકી રહી છે અને સરસ્વતીના ઉપાસકેની તનતોડ મહેનતને પ્રતાપે એ પત્થરના મુંગાં વેણુ પણ કંઈક સમજાયાં છે- સદા મૌન રહેવાના સ્વભાવવાળ કાળ-બ્રહ્મ પણ બે શબ્દ બોલી નાખે છે.
ઇતિહાસ સંશોધકને ઓછામાંઓછાં ૧૦૦ વર્ષ થયાં આ લેખની ખબર હતી. પણ ઈ. સ. ૧૯૧૭ પહેલાં એ લેખ પૂરો વાંચી શકાતે નહીં. પાદરી અલીંગે સન ૧૮૨૫ માં એની ચર્ચા છેડી. પ્રિસેપ, જેણે પહેલવહેલા બ્રાહ્મી અક્ષરો એક સિક્કાની સહાયથી, (જે સીક્કાની ઉપર ગ્રીક અથવા ચૂનાની અને બ્રાહ્મી અક્ષરમાં છપાયેલાં નામ હતાં ) વાંચ્યા હતા તેણે આ લેખ અગડંબગડે ઊકે અને એ
જ અર્થ પણ બેસાર્યો. તે પછી ડાકટર રાજા રાજેદ્રલાલે ૧૮૮૦ માં બીજી વાર પાઠ તથા તેને અર્થ છપાવ્યા, અત્યાર સુધી રાજાનું નામ પણ પુરૂં ઊકેલી શકાયું નહોતું. જનરલ કનિંગહામે ખૂબ મહેનત કરીને, સન ૧૮૭૭ માં, એક પાઠ તૈયાર કર્યો. પણ એમાં એને સફળતા ન લાધી. સન ૧૮૮૫ માં ડાકટર પંડિત ભગવાનલાલ ઇંદ્રજીએ પહેલવહેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com