Book Title: Jinbhakti Sarita Yane Snatra Pujanu Vishishta Vivechan Author(s): Padmavijay Publisher: Jain Aradhak Mandal View full book textPage 8
________________ (3) સંસારમાં અનંત જન્મ લેવાપૂર્વક પરિભ્રમણનું કારણ શું? પરમાત્માની ભકિત ન કરી તે. આ અપાર સંસારમાં આપણે આત્માને ભટકતા ભટકતા અનંત પુગલ પરાવર્તન થઈ ગયા, છતાં હજી સુધી ભવભ્રમણને અંત આવ્યો નથી, એમ આપણી વર્તમાન હાલત કહે છે. મેક્ષ એ આત્માનું પોતાનું સ્વરૂપ છે, જ્યારે સંસાર એ આ માનું કૃત્રિમ રૂપ છે. પિતાના અનંત જ્ઞાન-સુખાદિથી ઝગઝગતા મૂળ સ્વરૂપની પ્રાપ્તિ આત્માને હજી થઈ નહિ, અને કૃત્રિમ રૂપનો નાશ થશે નહિ, એ ખરેખર કેટલા બધા અસેસની વાત છે ! જગતના બીજા પદાર્થોમાં આવી ગએલું કૃત્રિમ રૂપ તે અવસર પામીને ચાલ્યું જાય છે, પણ આપણે પિતાના જ આત્માનું ભાડુતી મલિન રપ અનંતાનંત કાળ પસાર થવા છતાં પણ હજી સુધી એમજ ઉભુ છે, નાશ પામ્યું જ નથી, શું આ અતિશય શોચનીય નથી ? આત્માનું કૃત્રિમ રૂપ કયા કારણથી નાશ ન પામ્યું ? કારણે આ છે: (૧) જગદ્ગુરૂ શ્રીજિનેશ્વરદેવની ઓળખાણ થઈ નહિ, (ર) તેમની પ્રત્યે અનહદ પ્રેમ અને શ્રદ્ધા કરી નહિ. (૩) તેમની સેવાભકિત બજાવી નહિ. (૪) તેમની આજ્ઞાને આધીન જીવન બન બું નહિ, પરમાત્માની ઓળખાણ અને તેમના પર પ્રેમ, શ્રદ્ધા, સેવાભકિત અને આજ્ઞાંક્તિતા એજ આત્મા પર લાગેલી મલિનતાને દુર કરવામાં અને મોક્ષના સુખને અપાવવામાં સમર્થ છે, તમે પૂછશે કે શું એમાં અતિમહાન અક્ષય સુખને અપાવવાનું આટલું મોટું સામર્થ છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 92