Book Title: Jainagam Sutrasar Author(s): Mavji K Savla Publisher: Akshar Bharati View full book textPage 6
________________ (v). ઋણી છું. આવા અનેક ઉત્તમ મૂલ્યવાન ગ્રંથે વાંચવા માટે મને ઉપલબ્ધ કરી આપનાર પૂ. મુનિશ્રી ભુવનચંદ્રજી મ. ને સવિશેષ ઋણી છું. મારી કિશોરાવસ્થા દરમિયાન જૈન ધર્મના મારા અધ્યયનમાં નિમિત્ત બનનાર મુંબઈમાં પાલાગલી ખાતેની શ્રી ક. વિ. એ. . જન હાઈસ્કૂલના ધર્માશિક્ષક શ્રી ભોગીલાલભાઈને તેમજ સને ૧૯૪૩ આસપાસના વર્ષમાં કચ્છમાં મારા વતનના ગામ તુંબડી ખાતે ચાતુર્માસ કરનાર પૂ. મુનિશ્રી મેહનવિજયજી અને એમના શિષ્ય પૂ. મુનિશ્રી રામવિજયજીને ઋણું છું. ગોખણપટ્ટીને એ જમાનો હતો. મુનિશ્રી રામવિજયજી પ્રતિદિન સૂત્રોની ૨૫ ગાથા મને મેઢે કરાવતા. હાઈસ્કૂલમાં ધમ શિક્ષક શ્રી ભોગીલાલભાઈએ જીવવિચારસૂત્ર અને “નવતત્ત્વ પ્રકરણ”ની બધી ગાથાઓ અર્થ સહિત મોઢે કરાવેલી. મુનિશ્રી મોહનવિજયજી મારા પિતાશ્રીને અવારનવાર ખાસ ભલામણ કરતા, “માવજીને અંગ્રેજી અને સંસ્કૃતને અભ્યાસ સારી રીતે કરાવજે.” કાચી હસ્તપ્રતથી લઈને સુંદર હસ્તાક્ષર પ્રેસપી તૈયાર કરવામાં ચિ. જાહન્વીબહેન દેળકિયાની સેવાઓની નોંધ લેતાં આનંદ થાય છે. અક્ષર-ભારતીએ પ્રકાશનની જવાબદારી સ્વીકારીને મને નચિંત કર્યો છે. એમના થકી જ મારાં આવા પુસ્તક વિશાળ વાચક વર્ગ સુધી ત્વરિત પહોંચી શકે છે. – માવજી કે. સાવલા શનિવાર તા. ૨૭-૪-૧૯૯૧ એપ્લાઈડ ફિસોફી સ્ટડી સેન્ટર, N-45, ગાંધીધામ-કચ્છ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 80