Book Title: Jainagam Sutrasar
Author(s): Mavji K Savla
Publisher: Akshar Bharati

View full book text
Previous | Next

Page 5
________________ (iv) બ્રેરીની જેમ નરસિંહભાઈ ઘેર ઘેર પહોંચાડે છે અને આવું પરિશ્રમભર્યું કાર્ય તેઓ સેવાભાવે, તદ્દન સ્વેચ્છાએ, આગવી સૂઝબૂઝથી માત્ર પિતાના પગ ઉપર ઉભા રહીને કરી રહ્યા છે. કુલે એકાદ લાખ મૂળ ગાથાઓમાંથી ૭૫૬ ગાથાઓની પસંદગી “સમણુસૂત્ત' માટે થઈ; અને એ ૭૫૬ ગાથાઓમાંથી આપણું વર્તમાનકાળના જીવનની પરિસ્થિતિઓ અને સમસ્યાઓના સંદર્ભમાં પ્રેરક, પિષક અને દિશાસૂચક બની શકે એવી ૮૩ ગાથાઓની પસંદગી મેં અહીં મારી રીતે કરી છે. આ પસંદગીમાં મારા પૂર્વગ્રહે પણ કદાચ હોય એને હું સ્વીકાર કરું છું. એ સમયની ભગવાન મહાવીરની પ્રત્યક્ષ પ્રગટ વાણું અને આજે ભગવાન મહાવીરને નામે આપણને લેખિત સ્વરૂપે જે આગમ સૂત્રસાહિત્ય ઉપલબ્ધ છે એ બંને વચ્ચે લગભગ ૮૦૦ વરસને સમયગાળો વહી ગયેલ હોવાથી એ આગમગ્રંથે-સૂત્રોમાં નિરૂપિત સિદ્ધતિની પ્રમાણભૂતતા તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની કસોટી ઉપર સૌ કોઈએ સારગ્રાહી વલણથી પિતાપિતાની વ્યક્તિગત વિવેકક્ષમતા અનુસાર જ સમજવાની–સ્વીકારવાની રહે છે. મૂળ ગાથાઓને અહીં પ્રસ્તુત ગુજરાતી ગદ્યાનુવાદ “સમણુસુનં માંથી યથાવત લીધે છે અને એ માટે શ્રી અમૃતલાલ ગોપાણુ તેમજ સમણુસુપ્ત' ગ્રંથના સંકલનકાર અને પ્રકાશકને આભારી છું. પુસ્તકમાં છેલ્લે મુકવામાં આવેલ જૈન આગમ સાહિત્ય વિષેની માહિતી લેખમાંની સામગ્રી માટે “જેનરત્નચિંતામણી સર્વસંગ્રહ સાથે ” ગ્રંથમાંના કોકિલાબેન સી. ભટ્ટના લેખ “જૈન આગમ સાહિત્યનું સ્વરૂપ” (પૃ. ૬૩૦) તેમજ શ્રી કપુરચંદ રણછોડદાસ વારયાના લેખ શ્રી જિનાગમ અને જૈન સાહિત્ય” (પૃ. ૬૨૬) અને મુનિશ્રી બાલચંદ્રજી સંપાદિત કર્મયોગ' પુસ્તકના પૃ. ૩૦૫ ઉપરના કોઠાઓનો આધાર લીધે છે, જે માટે એ લેખકો અને ગ્રંથ પ્રકાશકોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 80