Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
12
સંગ્રહ કરતાં એક નાની સરખી પણ સારી લાઈબ્રેરી' (પુસ્તકાલય) થઈ શકે. તેમજ બૌદ્ધ સંબંધેનું જ્ઞાન પણ વિશેષ પ્રચલિત છે, કારણકે જગતની સપાટી પર બૌદ્ધોની સંખ્યા વિશાલ પ્રમાણમાં છે, જ્યારે જૈન દર્શન સંબંધેનો પરિચય જેનોની મર્યાદિત સંખ્યાની બહાર અતીવ વિરલ બલ્બ નહિવત્ છે. અંગ્રેજીમાં માત્ર આઠ-દશ ગણ્યાગાંઠ્યાં પુસ્તકો છે. આથી અંગ્રેજી ભાષા ભણેલો બૌદ્ધ ધર્મ સંબંધે જાણવાની ઈચ્છાવાળો હોય તો ઘણું પ્રાપ્ત કરી શકે તેમ છે, જ્યારે જૈન ધર્મ સંબંધે વિશેષ મેળવી શકે તેમ નથી. તે હેતુએ આ નિબંધમાં બૌદ્ધ ધર્મ સંબંધે જેટલું લખાયું છે તેના કરતાં વિશેષ દળમાં જૈન ધર્મના સંબંધે લખાયું છે. ઉભય ધર્મસંબંધે ગુજરાતી ભાષામાં તો એક પણ પ્રતિષ્ઠિત ગ્રંથ નથી કે જે ઉભય ધર્મના અનુયાયી સિવાયનો વાંચી તે સંબંધી જ્ઞાન થોડુંઘણું પણ, સમજી શકે તેવી રીતે લખી શકે. આ કારણે એક પ્રાથમિક પુસ્તક (A Primer અથવા A Manual) રૂપે બંને ધર્મનું દિગ્દર્શન કરાવી શકાય એથી જ આ વિષયની ચૂંટણી ઉક્ત સભાની થઈ હોય એમ લાગે છે, અને તે માટે ઉક્ત સભાને અવશ્ય અભિનંદન ઘટે છે.
બૌદ્ધ દર્શન સંબંધે લખવામાં જે મુખ્ય પુસ્તકોનો આધાર લેવામાં આવ્યો છે તે 241 89 : Systems of Buddhist Thought by Professor Yamakami Sogen (Uni. of Calcutta, 1912), The word of the Buddha by Bhikkhu Nyanatiloka, translated from the German by Sasan Vamsa, Manual, of Indian Buddhism by H. kern (1898), The Essence of Buddhism by P. Lakshmi Narasu (1907), The Gospel of Buddha by Paul Carus, Buddhist ladia by Dr. Rhys Davids, Buddhism by Dr. Rhys Davids, The Path of Light by L. D. Barnett (1909), મરાઠીમાં ધર્માનંદ કોસંબીકૃત વૃદ્ધ, ધર્મ માનિ સંઘ વગેરે વગેરે.
જૈન દર્શન સંબંધે લખવામાં નીચેનાં પુસ્તકોનો મુખ્યપણે આધાર લેવામાં આવ્યો છે : શ્રી હરિભદ્રસૂરિકૃત ધર્મબિંદુ, યોગબિંદુ, યોગદષ્ટિસમુચ્ચય, પદ્દર્શનસમુચ્ચય, શ્રી આત્મારામજીકૃત જૈન તત્ત્વાદર્શ, રા. સુશીલના લેખો (‘આનંદ’ માસિક), ડાક્ટર હર્મન જેકોબીનાં ચાર જૈન સૂત્રનાં ભાષાંતર (Sacred Books of the East, Volumes XXII & XLV), History of the Midaeval School of Indian Logic by Dr. Satishchandra Vidyabhushan (Uni. of Calcutta 1909) વગેરે.
વીરભક્તિ [મોહનલાલ દલીચંદ દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org