Book Title: Jain Shikshavali Nayvichar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 6
________________ નયવિચાર [ અનેકાંતવાદના નિરૂપણ છે ! ૧–નયની ઉપયોગિતા મનુષ્ય કૂપમંડૂકવૃત્તિ છેડીને જ્ઞાનના વિશાળ પ્રદેશમાં દાખલ થાય છે, ત્યારે તેનાં મનમાં અનેક પ્રશ્નો ઉઠે છે : “આ આકાશ (Space) શું છે? તેમાં કોઈ પદાર્થની ગતિ x કૂપમંડૂકનું દષ્ટાંત આ પ્રમાણે સમજવું ? એક વાર વરસાદ ખૂબ પડવાથી સરોવરનાં નીર છલકાયા અને તેમાં રહેનારો દેડકો બાજાના એક કૂવામાં આવી ગયો. ત્યાં કૂવામાં રહેનારા મંડૂકે–દેડકાએ પૂછયું કે “હે ભાઈ! તું ક્યાંથી આવ્યું ?” પિલાએ કહ્યું : “સરેવરમાંથી.” હવે કૂવાનો દેડકો કદી પણ કૂવો છોડીને બહાર નીકળ્યો ન હતો, તેથી પેલા દેડકાને પૂછવા લાગ્યો કે સરેવર એટલે શું ?” પેલાએ કહ્યું કે “જ્યાં ઘણું પાણી હોય તેને સરવર કહેવાય.” કૂવાના દેડકાએ પૂછ્યું કે “ઘણું એટલે કેટલું ? શું તે આ કૂવાના ચોથા ભાગ જેટલું હશે ? ” પેલાએ કહ્યું કે “તેથી તો ઘણું વધારે.” ફરી કૂવાના દેડકાએ પૂછ્યું કે “શું તે આ કૂવાના અર્ધાભાગ જેટલું હશે ?” પેલાએ કહ્યું કે “તેથી પણ ઘણું વધારે. આથી કૂવાના દેડકાને આશ્ચર્ય થયું અને તેણે ફરી પૂછ્યું કે “શું તે આ આખા કૂવા જેટલું હશે?” પેલાએ કહ્યું કે “તેથી પણ ઘણું વધારે.' .

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58