________________
૪૬
નયવિચાર અનુક્રમે તેઓ શ્રાવસ્તિ નગરીએ પધાર્યા અને ત્યાં નગર બહાર આવેલા કેપ્ટક નામનાં ઉદ્યાનમાં સ્થિર થયા. એકદા તેમને વિશેષ આહાર કરવાનાં કારણે ઉષ્ણ જવર આવ્યો, ત્યારે બેસવાને અશક્ત હોવાથી તેમણે પાસેના મુનિઓને આજ્ઞા કરી કે “હે મુનિઓ ! મારા માટે સંથારે કરે.”
- સાધુઓ સંથારો કરવા લાગ્યા, પણ આ બાજુ તાવનું જોર વધતું હતું, એટલે ક્ષણ પણ દિવસ જેવી લાગતી હતી, તેથી તેમણે થોડી જ વારમાં મુનિઓને પૂછયું કે “સંથારો કર્યો કે નહિ ?” મુનિઓએ કહ્યું કે હા, આ સંથારો કર્યો.” થોડા સમય પછી ફરી એજ પ્રશ્ન પૂક્યો અને એજ ઉત્તર મળ્યો. આ રીતે બે ત્રણ વાર થતાં જમાલિ મુનિની ધીરજ ખૂટી અને તે જ વખતે તેઓ સમ્યકત્વથી ચલિત થઈ શંકા કરવા લાગ્યા કે “પ્રભુ મહાવીરે કહ્યું છે કે चलेमाणे चलिए, उदीरजमाणे उदीरिए निजरिजमाणे નિકિom-ચાલતું તે ચાલ્યું, ઉદીરાતું તે ઉદયું અને નિજરાતું તે નિજયું. પરંતુ આ બધું અસત્ય છે, કારણકે કરાતા સંથારાને કરાયે એમ કહેવાતું નથી. તે પછી ચાલતાને ચાલ્યું, ઉદીરાતાને ઉર્યું અને નિર્ભરતાને નિજ યુ” એમ શી રીતે કહેવાય? માટે તેમનું આ વચન અસત્ય અને અસંભવિત છે.
આ પ્રમાણે મનમાં નિશ્ચય કર્યા પછી જમાલિ મુનિ નિકટવર્તી સાધુઓને પિતાને વાદ આ પ્રમાણે સમજાવવા