________________
મૈગમનય
છતાં કહેવાય છે કે કપડું બન્યું. ચેાખા હાંડલીમાં રંધાવા માટે આર્યો, છતાં કહેવું કે ભાત રંધાય છે. વર્તમાનનૈગમ નયનાં વાકયો છે.
આ બધાં
૪૫
હેમાળે ક—જે કરાય છે તે કર્યું, એ સિદ્ધાંતના અપલા કરવાથી જમાલિ મુનિ શ્રી વીર પ્રભુનાં શાસનમાં પ્રથમ નિહ્નવ ગણુાયા. તે આ પ્રમાણે ઃ —
જમાલિમુનિના પ્રધ
ક્ષત્રિયકુંડ નગરમાં જમાલિ નામના ક્ષત્રિય હતા. તે શ્રી મહાવીર સ્વામીની બહેન સુદર્શનાના પુત્ર હતા અને તે વખતના રિવાજ મુજબ મામાની પુત્રી એટલે શ્રી મહાવીર સ્વામીની એકની એક પુત્રી પ્રિયદર્શીનાથી વિવાહિત થયા હતા. તેમને પ્રભુની દેશના સાંભળતાં વૈરાગ્ય થયે, એટલે ૫૦૦ ક્ષત્રિયા સાથે પ્રત્રજિત થયા અને પ્રિયદર્શ નાએ પણ ૧૦૦૦ અન્ય સ્ત્રીઓ સાથે સયમના માર્ગ સ્વીકાર્યાં.
જ્ઞાન-ધ્યાનમાં અપ્રમત્ત રહેતાં જમાલિમુનિ અગિયાર અગના જ્ઞાતા થયા. પ્રભુએ તેમને ૫૦૦ સાધુ તથા ૧૦૦૦ સાધ્વીઓના વડેરા મનાવ્યા. એક વખત તેમણે પ્રભુને વંદન કરી પેાતાના પરિવાર સાથે જુદો વિહાર કરવાની આજ્ઞા માગી. પ્રભુને તેમાં લાભ ન દેખાયા, તેથી મૌન રહ્યા. આ મૌનને સંમતિ સ્વીકારી જમાલિ મુનિ પેાતાના પરિવાર સાથે અન્યત્ર વિહાર કરી ગયા.