________________
સંગ્રહનથ
૪૯
-
-
ઊભા થઈ ગયાં અને કંક શ્રાવકને ઠપકો આપવા લાગ્યા કે “શ્રાવકજી! તમે એવા કેવા કે ઉપગ રાખતા નથી? તમારા અનુપગે અમારું આ વસ્ત્ર સળગ્યું.” ઢકે જવાબ આપ્યો કે “એ તો હજી સળગે છે. સળગી ક્યાં ગયું છે? તમારા મતે તો જ્યારે તે સળગી રહે ત્યારે સળગ્યું કહેવાય.’
આ શબ્દએ સાધ્વી પ્રિયદર્શીનાની આંખ ઉઘાડી નાખી અને તેઓ ફરી શ્રી મહાવીર પ્રભુનાં વચનોને સત્ય માનવા. લાગ્યા. પછી અવસર આવતાં જમાલિ મુનિને શ્રી મહાવીર પ્રભુના ગણધર ગૌતમ સ્વામીએ સમજાવ્યા, છતાં તે સમજ્યા નહિ, એટલે તેઓ પ્રથમ નિહ્રવ ગણાયા. આ નિçનવતાથી - તેમના પંદર ભવ વધી ગયા અને કાળધર્મ પામીને તે છઠ્ઠા દેવલેકમાં કિબિષિક જાતિના અધમ કેટિના દેવ થયા. . ૮–સંગ્રહનય
વસ્તુ માત્રમાં સામાન્ય અને વિશેષ ધર્મો રહેલા છે. - તેમાં વિશેષને ગૌણ કરી જે સામાન્યને પ્રાધાન્ય આપે તે સંગ્રહનય કહેવાય. વ્યાકરણમાં જેને જાતિવાચક શબ્દ કહે છે, તે આ પ્રકારના છે. દાખલા તરીકે ભજન શબ્દશી દુધપાક, પૂરી, રોટલી, દાળ, ભાત, અથાણું વગેરે વસ્તુઓને સંગ્રહ થાય છે, તેથી “ભેજન' એ સંગ્રહનયનો શબ્દ છે. અથવા દ્રવ્ય શબ્દથી ધર્મ, અધર્મ, આકાશ, કાલ, મુદ્દગલને આત્મા એમ સર્વ દ્રવ્ય સંગ્રહ થાય છે, તેથી તે સંગ્રહ