Book Title: Jain Shikshavali Nayvichar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 49
________________ ૪૮ નયવિચાર મુનિએ તેમને છેડીને પ્રભુ પાસે આવ્યા અને મનેલી સર્વ હકીકત કહી સભળાવી. હવે પ્રિયદર્શના સાધ્વી તેમને વંદન કરવા આવ્યા, ત્યારે જમાલિ મુનિએ તેમને પેાતાના આ મત કહી સંભળાવ્યા અને તે પતિ તરફના પક્ષપાતને લઇને તેમની વાત સાચી માનવા પ્રેરાયા. જેમ નાના સરખા અંગારા ઘેાડી વારમાં ઘણા ઘાસને ખાળી નાખે છે, તે રીતે જમાલિ મુનિના આ મતરૂપી અંગારાએ ઘેાડા વખતમાં ઘણાં હૃદયાને મિથ્યાત્વથી દુગ્ધ કર્યાં. તે સમયે શ્રાવસ્તિ નગરીમાં ઢંક નામના એક કું ભાર રહેતા હતા. તે શ્રીમહાવીર પ્રભુનો પરમ ભક્ત હતો. તેણે પ્રભુનાં વચનેનું શ્રવણુ કરીને તેના અર્થ હૃદયમાં ઉતાર્યો હતા. સાધ્વી પ્રિયદર્શના વગેરેએ તેમનાં સ્થાનમાં સ્થિરતા કરી હતી. તેમણે જમાલિ મુનિ પાસેથી આવ્યા પછી આ મત ઢંકને જણાવ્યેા, પણ એ તો અચળ શ્રદ્ધાવાન હતો, એટલે સમજી ગયા કે સાધ્વીજી પતિના પ્રેમને વશ વગર વિચાર્યે મિથ્યા મતમાં ફસાયા છે. પરંતુ અત્યારે કંઈ પણ કહીશ તો તે માનશે નહિ. માટે સમય આવ્યે તેમને યુક્તિથી સમજાવવા. એક વખત સાધ્વીજી નિભાડાની નજીક સ્વાધ્યાયમાં તલ્લીન હતાં, ત્યારે તેણે અવસર જોઈને નિભાડામાંથી એક અંગારા લઈને સાધ્વીજીનાં વસ્ત્રના છેડા પર નાખ્યું અને છેડા સળગવા માંડ્યો. આથી સાધ્વીજી એકદમ

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58