________________
નૈગમનય
૪૩ :
---- --- વિશેષ પ્રકારે ભેદ કરનાર તે વિશેષ ધર્મ છે. સે ઘડા પડ્યા હોય તેમાં “આ બધા ઘડા છે એવી જે અિકળ્યબુદ્ધિ થાય છે, તે સામાન્ય ધર્મથી થાય છે અને “આ મારે ઘડો છે, “આ મારે ઘડે છે, એવી રીતે બધા લોકો પોતપોતાના ઘડાને ઓળખી લે એવું વિશેષ ધર્મથી બને છે. નૈગમનય વસ્તુને આ ઉભય ગુણથી યુક્ત માને છે. તેનું કહેવું એમ છે કે વિશેષ વિના સામાન્ય કે સામાન્ય વિના વિશેષ હેતું નથી.
- કેઈ મનુષ્યને એમ પૂછવામાં આવે કે તું ક્યાં રહે છે? તે તે કહે કે લેકમાં. લોકમાં ક્યાં ? તે કહે કે, મધ્યલકમાં. મધ્યલોકમાં ક્યાં? તે કહે કે જંબુદ્વીપમાં. જ બૂદ્વીપમાં ક્યાં ? તે કહે કે ભરત ક્ષેત્રમાં. ભરત ક્ષેત્રમાં કયાં? તે કહે કે મગધ દેશમાં. મગધ દેશમાં કયાં? તે કહે કે રાજગૃહી નગરીમાં. રાજગૃહી નગરીમાં કયાં? તો કહે કે અમુક લતામાં. અમુક લતામાં ક્યાં ? તે કહે કે મારાં ઘરમાં. તમારા ઘરમાં કયાં? તે કહે કે મારો આત્મા છે તેટલા ક્ષેત્રમાં.
નિવાસ અંગેના આ બધા ઉત્તરે નિગમ નયના છે. અને તે યથાર્થ છે. તેમાં પૂર્વ પૂર્વના વાક્યો સામાન્ય ધર્મને અને ઉત્તર–ઉત્તર વાળ્યો વિશેષ ધર્મને ગ્રહણ કરતા જાય છે. જગતના સર્વ વ્યવહારોમાં આ નૈગમ નયની જન્મ પ્રધાનતા છે.