Book Title: Jain Shikshavali Nayvichar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 16
________________ ૧૫ નયની ઉપયોગિતા મંત્રીશ્વર અભયકુમારને આજ્ઞા કરતા ગયા કે “મારા અંતઃપુરને જલાવી દેજે. પાપને વિસ્તરવા દેવું નથી.” અભયકુમાર બુદ્ધિનાં નિધાન હતા. તે સમજી ગયા કે ગમે તે કારણે પિતાજી આજે રોષમાં છે, નહિ તે આવી આજ્ઞા કરે નહિ. પરંતુ આ આશાનો અમલ કરીશ તે મહાઅનર્થ થશે અને અમલ નહિ કરું તે હું શિક્ષાને પાત્ર ઠરીશ, એટલે તેમણે વચલો રસ્તો કાઢ્યો અને અંતઃપુરની આસપાસ ડી જીણું ઝુંપડીઓ હતી, તે સળગાવી બૂમ ઉઠાડી કે “રાજાનું અંતપુર સળગ્યું. પછી તે પણ પ્રભુ મહાવીરને વંદન કરવા ચાલ્યા. - અહીં રાજા શ્રેણિકે પ્રભુ મહાવીરને વિનયથી વંદન કરીને પૂછ્યું કે “હે ભગવંત! ચલ્લણ સતી છે કે અસતી? જે સતી હેય તે મેં સાંભળ્યું એવું કેમ ?” પ્રભુએ કહ્યું કે “હે રાજન ! માત્ર ચેલણા જ નહિ, પણ ચેટક રાજાની સતે પુત્રીઓ સતી છે, માટે તેના પર વહેમ લાવવાનું કાંઈ કારણ નથી. તું આગલા દિવસે રાણી ચેલાણા સાથે મને વંદન કરવા આવેલે, ત્યારે રાણું ચેલ્લાણાએ વૈભારગિરિની તળેટીમાં એક મુનિને ધ્યાન ધરતા જોયેલા. રાત્રે સેડમાંથી રાણીનો હાથ બહાર નીકળી જતાં સપ્ત કંડીને લીધે તે કળવા લાગ્યા, ત્યારે તેને એ મુનિ યાદ આવ્યા. રાજમહેલના હુંફાળા ખંડમાં મારી આ સ્થિતિ થઈ તે “એમનું શું થયું હશે ? એ વિચાર, તેમાં મનમાં આવ્યું. -આ શબ્દ ભાગવશાત તે પ્રકટપણે એવી ગઈ અને

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58