________________
૪૦
નવિચાર
વાથી કેટલાકે તેને સશયવાદ કે અનિશ્ચિતવાદ કહ્યો છે અને સપ્તભંગીને ભંગજાળ તરીકે જાહેર કરી છે. આ પ્રવૃત્તિ શ્રીમચ્છકરાચાય થી માંડીને આજ સુધી ઓછાવત્તા અંશે ચાલુ રહી છે, પણ આજે જૈન ધર્મનું સાહિત્ય અન્ય વિદ્વાનો દ્વારા પણ સારી રીતે વહેંચાવા લાગ્યું છે, એટલે એ ભ્રમનું મહદ્ અશે નિવારણ થયું છે.
અનેકાંત અંગે વિદ્વાનાના અભિપ્રાયા
શ્રીમાન્ પંડિત ગ’ગાનાથ જી એમ. એ, ડી, લીટ્ એક સ્થળે જણાવે છે કે જ્યારથી મેં શંકરાચાર્ય દ્વારા થયેલું જૈન સિદ્ધાંતનું (અનેકાંતવાદનુ') ખંડન વાંચ્યું, ત્યારથી મને ખાતરી થઈ કે આ સિદ્ધાંતમાં ઘણુ' મહત્ત્વ રહેલુ છે, જેને વેદાન્તના એ આચાય સમજ્યા નથી. જો તેમણે જૈન ધર્મના મૂળ ગ્રંથા જોવાનું કષ્ટ ઉઠાવ્યું હોત તે તેમને એનો વિરોધ કરવા જેવી કાઈ વાત દેખાત નહિ.”
ગુજરાતના પ્રસિદ્ધ સાક્ષર શ્રીઆનંદશ ંકર ખાપુભાઈ ધ્રુવ જે વર્ષો સુધી કાશી હિંદુ વિદ્યાપીઠના આચાર્ય હતા, તેમણે એક મનનીય વ્યાખ્યાનમાં જણાવ્યું છે કે સ્યાદ્વાદના સિદ્ધાંત એકીકરણનાં દૃષ્ટિબિંદુને આપણી સમક્ષ રજૂ કરે છે. શકરાચાયે' સ્યાદ્વાદ ઉપર જે આક્ષેપ કર્યાં છે, તે એના મૂળ રહસ્યની સાથે બિલકુલ સંબંધ ધરાવતા નથી. એક વાત સિદ્ધ છે કે વિવિધ દૃષ્ટિબિન્દુથી વિના આપણે કઈ પણુ વસ્તુ પૂર્ણ રીત્યા નથી, અને તેથી જ સ્યાદ્વાદ ઉપયાગી અને
નિરીક્ષણ કર્યાં
જાણી શકતા સાક છે.