________________
નયવિચાર
સસ્તભંગી પ્રશ્ન–એક જ વસ્તુમાં વિરુદ્ધ ધર્મો સંભવતા હેય તે તેનું કથન શી રીતે કરી શકાય?
ઉત્તર–તેનું કથન ચા પદ લગાડીને કરી શકાય. ચા પદ અનેકાંતનું દ્યોતક છે. તેને અર્થ કંચિત એટલે કેઈ પણ એક પ્રકારે અર્થાત્ અમુક અપેક્ષાએ એ થાય છે. આવું કથન વધારેમાં વધારે સાત રીતે એટલે સાત ભાંગાથી કરી શકાય છે, એટલે તેને સપ્તભંગી કહેવામાં આવે છે. આ નિરૂપણપદ્ધતિમાં જુદી જુદી અપેક્ષાઓને આશ્રય લેવાય છે, એટલે તે અપેક્ષાવાદ પણ કહેવાય છે અને તેમાં રચાત્ત પદની મુખ્યતા હોવાથી તે ચાલ્વાર નાં નામથી પણ ઓળખાય છે.
હવે સપ્તભંગી પર આવીએ. જીવમાં અસ્તિત્વ, નાસ્તિત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, એકત્વ, અનેકત્વ, આદિ અનેક ધર્મો છે. તેમાંથી એક અસ્તિત્વ ધમ લઈએ. તે અંગેના પ્રશ્નને સંપૂર્ણ જવાબ સપ્તભંગી વડે જ મળી શકશે. તે આ પ્રમાણે –
(૧) જીવ સ્વવ્યાદિની અપેક્ષાએ સત્ છે. (૨) જીવ પરદ્રવ્યાદિની અપેક્ષાએ અસત છે. (૩) જીવ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ સત્ છે અને પર
દ્રવ્યાદિની અપેક્ષાએ અસત્ છે. (૪) જીવ સત્ અને અસત્ હેવાથી એ યુગપત (એક
સાથે) અવક્તવ્ય છે.