________________
અનેકાંતવાદ યાને સ્યાદવાદ
૩૭ વેદાન્તના અનિર્વચનીયવાદમાં અને કુમારિલના સાપેક્ષતાવાદમાં શું અનેકાંતદષ્ટિનો સ્વીકાર થયે નથી? શું ગીતાકારે “રંવાર નિશ્રાસવIg” એ શબ્દથી અનેકાંતદષ્ટિ પર મહોર મારી નથી ? - ગ્રીક દર્શનમાં એમ્પીડેકલીસ્ટ્ર, એટેમિસ્ટસ્ અને અનૈકસાગોરસ દાર્શનિકોએ ઈલિયટિકસૂના નિત્યવાદ અને હરેકિટસના ક્ષણિકવાદને સમન્વય કરીને નિત્ય દશામાં રહેલા પદાર્થોનાં આપેક્ષિક પરિવર્તનને સિદ્ધાંત સ્વીકારે છે. પશ્ચિમના આધુનિક વિચારકમાં પણ આ જાતના વિચારેની કમી નથી. દાખલા તરીકે જર્મનીને પ્રખ્યાત તત્ત્વવેત્તા હેગલ કહે છે કે “વિરુદ્ધધર્માત્મકતા એજ આ સંસારનું મૂલ છે. કઈ વસ્તુનું યથાર્થ વર્ણન કરવા માટે એ વસ્તુ સંબંધી સંપૂર્ણ સત્ય કહેવાની સાથે એ વસ્તુના વિરુદ્ધ ધર્મોને સમન્વય કેમ થઈ શકે એ બતાવવું જ જોઈએ. નૂતન વિજ્ઞાનવાદને પ્રચારક ઔડલે જણાવે છે કે બીજી વસ્તુઓ સાથે તુલના કરવાથી પ્રત્યેક વસ્તુ આવશ્યક અને અનાવશ્યક એમ બે રીતે સિદ્ધ થાય છે. માનસ શાસ્ત્રના વિદ્વાન છે. વિલિયમ્સ જેમ્સ કહે છે કે આપણી દુનિયા અનેક છે. સાધારણ મનુષ્ય એ દુનિયાનું જ્ઞાન એક બીજાથી અસંબદ્ધ અને અનપેક્ષિત કરે છે. પરંતુ પૂર્ણ તત્ત્વવેત્તા તે જ છે કે જે બધી દુનિયાઓને એકબીજાથી સંબદ્ધ તથા અપેક્ષિત રૂપમાં જાણે છે. આવા જ વિચારે નયાયિક જોસેફ, પેટી અને એડમન્ડ હાર્મ્સ આદિ વિદ્વાનોએ પ્રગટ કરેલા છે.