________________
'૩૬
નયવિચાર
પણ સાચી છે અને તમારી વાત પણ સાચી છે, એમ કહીને સમજાવીએ તે જ ઝઘડાનો અંત આવે છે. એટલે સમાધાન –સમન્વય કર્યા વિના આ જગતમાં ચાલતું નથી.
કેટલાક કહે છે કે એક વસ્તુને એક પ્રકારની પણ માનવી અને તેથી વિરુદ્ધ પ્રકારની પણ માનવી, એ તે સ્પષ્ટ બેધને અભાવ જ સૂચવે છે. પણ આ કથન વ્યાજબી નથી. મનુષ્યની બુદ્ધિ જ્યારે એકાંગી હોય છે, ત્યારે આ વતુ આવી જ છે, એમ તેને લાગે છે, પણ જ્યારે તે અનેકાંગી કે સર્વાગી બને છે, ત્યારે તેમાં બીજા સ્વરૂપનો કે વિરુદ્ધ ગુણધર્મને સ્વીકાર કરતાં તે અચકાતું નથી. એટલે તેમાં સ્પષ્ટ બેધને અભાવ નહિ પણ સભાવ છે. ઈશાવાસ્યોપનિષમાં કહેવું પડયું છે કે “તાત્તિ તસ્વૈજ્ઞાતિ તો તત્તિ” અર્થાત્ તે હાલે છે અને નથી હાલતે, તે દૂર પણ છે અને નજીક પણ છે. કઠોપનિષદમાં બ્રહ્મનું વર્ણન કરતાં કહ્યું છે કે “અરણિયાન મતો મહીલાન” અર્થાત્ “તે અણુથી પણ માને છે અને મહાનથી પણ મહાન છે.” આવાં વિધાને શાસ્ત્રમાં અનેક મળશે. શું એમ માનવું
ગ્ય છે કે આ વિધાને સ્પષ્ટ બેધ વિના થયાં છે? સાચી હકીકત તે એ છે કે જ્યારે મહર્ષિઓએ વસ્તુસ્વરૂપનું વારંવાર નિરીક્ષણ કર્યું, ઊંડે અનુભવ લીધે, ત્યારે જ આ વાણું તેમના કંઠમાંથી બહાર નીકળી, એટલે “આ વસ્તુ આવી છે પણ અન્ય પ્રકારે ય સંભવે છે એમ કહેવું એ વિશદ જ્ઞાનનું પરિણામ છે.