________________
નયવિચાર
આવે છે, તે તેમની કુલ છબીઓ કેટલી ગણવી? દરેક છબીમાં મનુષ્યની જૂદી આકૃતિનું દર્શન થાય છે, એટલે મનુષ્ય અપેક્ષાવિશેષથો અનંત આકૃતિવાળે છે, એમ જ માનવું રહ્યું.
પ્રશ્ન–વસ્તુના જુદા જુદા સ્વભાવથી વ્યાવૃત્ત થઈ એક સ્વભાવને પ્રાપ્ત કરવાનો અર્થ શું ?
ઉત્તર–વસ્તુના જુદા જુદા સ્વભાવથી વ્યાવૃત્ત થવું, એટલે તેને લક્ષમાં ન લેવા અને તેના એક સ્વભાવમાં ધર્મમાં પ્રાપ્ત થયું. તાત્પર્ય કે તેના એક ધર્મનું જ જ્ઞાન કરવું. દાખલા તરીકે ઘડામાં અનેક જાતના ગુણધર્મો છે, પણ
આ ઘેડે લાલ છે” એટલું જ કહીએ તો તેમાં જોડાના અન્ય ગુણેની ઉપેક્ષા થાય છે અને તે “લાલ છે” એવા . તેના એક ગુણનું જ્ઞાન થાય છે.
પ્રશ્ન–પ્રમાણ વડે સંગ્રહેલા અર્થને એક અંશ તે નય, એ વ્યાખ્યાથી શું સમજવું?
ઉત્તર–પ્રમાણ વડે આપણને અર્થનું-પદાર્થનું જ્ઞાન થાય છે. તે પદાર્થના એક એક અંશનું જ્ઞાન કરવું તે નય છે. દાખલા તરીકે “આ ઘડે છે” એમ પ્રમાણથી જાણ્યા પછી તે લાલ છે, “ઊંચે છે, “જુવાન છે.” “પાણીદાર છે એમ તેના જુદા જુદા અંશને-ગુણેને જાણવા તે જ્ઞાન નયરૂપ છે.
પ્રશ્ન-બીજા અંશે તરફ ઉદાસીન રહેવાનો અર્થ શું?