________________
નયના પ્રકારે આવ્યા; જિનશાસનની ધારા વહી આવી. હજી પણ વ્યવહાર પર જ ધારા ચાલુ રહેશે.
પૂર્વની તેજસ્વી બુદ્ધિના કાળે કેવળ મુખપાઠથી સૂત્રવાચનાને વ્યવહાર ચાલ્યા. આ રીતે વ્યવહારનાં બળ ઉપર શ્રી જિનશાસન, જિનસંઘ, જિન આગમ અવિચ્છિન પ્રવાહ ચાલી આવ્યા છે, ત્યારે આજે “જૈન ધર્મ શું ?” “ત શું?” “મેક્ષના ઉપાય શું? ” “નિશ્ચય-વ્યવહાર શું?” ઈત્યાદિ જાણવા મળે છે. એના પર વિચાર થાય છે કે નિશ્ચય માનવે કે વ્યવહાર? વ્યવહારથી આટલે સુધી આવી ચઢયા છે તો કહે છે કે “નિશ્ચયથી તત્વની પ્રાપ્તિ થશે, વ્યવહારનું શું કામ છે?' પણ હવે સમજ્યા હશે કે વ્યવહારની સલામતી પર નિશ્ચય ટકાવી શકીએ છીએ.
- ત્યારે એ તે જુઓ કે પ્રભુની વાણુનો પ્રકાશ એ શું છે? વ્યવહાર જ ને ? તેમ સંઘસ્થાપના ને સંઘના આચાર–અનુષ્ઠાનો એ પણ વ્યવહાર જ ને? તે પછી ભણવું, ભણાવવું, વ્યાખ્યાન કરવા-સાંભળવા એ પણ વ્યવહારમાર્ગ કે બીજું કાંઈ? તેવી રીતે શાસ્ત્રો લખાયાં, રક્ષાયાં, એ પણ વ્યવહાર માગ કે બીજું કંઈ? નિશ્ચયથી જે મેક્ષમાર્ગ છે, એની નજીક લઈ જનારે આ બધો વ્યવહારથી મેક્ષમાગ છે. એના વિના કયાં ચાલી શકે એમ છે ? તેથી એ નક્કી થયું કે વ્યવહારના પ્રવાહથી શાસનનો પ્રવાહ ચાલી આવ્યું અને તેણે નિશ્ચય દષ્ટિ શિખવાડી, તો આમાં તે વ્યવહારની મહાન ઉપગિતા