Book Title: Jain Shikshavali Nayvichar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 31
________________ ૩૦ નયવિચાર કારી યુક્તિ વડે ઝઘડાનું કારણ મટાડી અરસપરસ તેઓને મેળાપ કરી દે છે, તેમ જૈન દર્શન પરસ્પર વિરોધી નયને વિરોધ ટાળી એકત્ર મિલાપ કરાવી દે છે. જેમ વિષની ઘણી કણીઓ પણ પ્રૌઢ મંત્રવાદીના પ્રયોગથી નિર્વિષ થઈ જાય છે અને કેઢિયા આદિ રોગીઓને દેતાં અમૃત રૂપે પરિણમે છે, તેમ પરસ્પર વિરોધી જૂદા જૂદા ન રૂપી વિષની કણીએ સ્યાદવાદરૂપ પ્રૌઢ મંત્રવાદીના સાપેક્ષ પ્રયોગથી અવિધરૂપ નિર્વિષપણને પામે છે અને હઠકદાગ્રહ આદિ રૂપ કેઢ પીડિતને ટાળવા માટે અમૃતરૂપે પરિણમે છે. આ વિવેચનમાં અનેકાંતવાદ અને સ્વાવાદ એ બે શબ્દ વપરાયેલા છે, તે અંગે પણ થડે વિચાર કરી લઈએ. –અનેકાંતવાદ યાને સ્યાદવાદ અનેકાંતવાદ અને સ્યાદ્વાદ એ બે જુદા જુદા વાદ નથી, પણ એક જ વાદના બે જુદાં જુદાં નામે છે. કેટલાક તેને સાપેક્ષવાદ પણ કહે છે. આ નામનું રહસ્ય આગળ જતાં સમજાઈ જશે. અનેકાંતવાદ” શબ્દ એકાંતવાદને નિષેધક છે. એકાંતમાં “અંતરને અર્થ સિદ્ધાન્ત, નિર્ણય એ હેવાથી એકાંતવાદ એટલે કે એક અપેક્ષાના નિર્ણય ઉપર જ નિર્ભર રહેનાર. અનેકાંતવાદ એટલે એક નહિ, પણ અનેક અપેક્ષાના નિર્ણયને માન્ય કરનાર. તાત્પર્ય કે આવા અને

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58