________________
૨૭ -
નયના પ્રકારે થાય નહિ. તેની જગાએ એમ કહેવામાં આવે કે “આ સ્ત્રીએ સેનાનું કંકણ પહેરેલું છે, તે બધી સ્પષ્ટતા થઈ જાય છે. સેનું એ દ્રવ્ય છે અને કંકણ એ પર્યાય છે. સાચી હકીકત એ છે કે દ્રવ્ય વિના પર્યાયની અને પર્યાય વિના દ્રવ્યની આપણને ક૯૫ના આવી શકતી નથી. માટીને બાદ કરીને ઘડાનો વિચાર કરવું હોય તે કરી શકીએ ખરા? એ જ રીતે ગોળ વગેરે આકૃતિરહિત ઘડાનો વિચાર કરે હોય તો પણ કરી શકીએ ખરા ? બંનેનો જવાબ નકારમાં આવશે. એટલે નિશ્ચયપૂર્વક વ્યવહાર અને વ્યવહારપૂર્વક નિશ્ચય વગેરે માન્યતાઓ યથાર્થ છે.
દ્રવ્યાર્થિક નય દરેક વસ્તુને નિત્ય માને છે, કારણ કે કોઈ પણ દ્રવ્યનો સર્વથા નાશ થતો નથી. સેનાની વીટીએ ભાંગીને કુંડલ કરવામાં આવે, કુંડલ ભાંગીને હાર કરવામાં આવે અને હાર ભાંગીને મુકત કરવામાં આવે તે સેનું એ બધા પર્યાયમાં કાયમ રહે છે.
જૈન મહર્ષિઓ કહે છે કે “આ વિશ્વનું તંત્ર ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને આત્મા એ છ દ્રવ્ય વડે ચાલે છે. (અહીં ધર્મ અને અધર્મ પુણ્યપાપસૂચક શબ્દ નથી, પણ ગતિસહાયક અને સ્થિતિસહાયક એક. પ્રકારનાં દ્રવ્યો છે.) આ છગ્યે દ્રો સ્વભાવથી નિત્ય છે, એટલે. કદી સર્વથા નાશ પામે તેવા નથી. - પર્યાયાર્થિક નય દરેક વસ્તુ ક્ષણિક માને છે, કારણ કે દરેક પર્યાય નાશ પામવાના સ્વભાવવાળો છે. “નામ